અંદામાન નિકોબારમાં વિદેશ યુવકની હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક અમેરિકન નાગરિક અંદામાન-નિકોબાર ફરવા માટે આવ્યો હતો જ્યાં આદિવાસીઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે જોન એલન ચાઉ નામનો આ અમેરિકન યુવક સૈલાની નોર્થ સેન્ટીનલ આઈલેન્ડ પર ગયો હતો. અહી અજ્ઞાત લોકોએ તેની હત્યા કરી દીધી છે.
#UPDATE Seven people have been arrested in connection with the murder of American tourist John Allen Chau in North Sentinel Island,Andaman https://t.co/nJuJpGHYhD
— ANI (@ANI) November 21, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક આની પહેલા પણ ૫ વાર આ આઈલેન્ડ પર આવી ચુક્યો છે અને સેન્ટીનલ સમુદાયના લોકોને પણ મળી ચુક્યો છે.
પોલીસને ત્યાં વસતા માછીમારોએ જણાવ્યું હતું કે આ અમેરિકન નાગરિક જયારે દ્વીપની દક્ષીણ બાજુ પહોચ્યો ત્યારે તે પર તીર અને ધનુષથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલા આદિવાસીઓ તેને ઘસડીને પોતાની સાથે લઇ જઈ રહ્યા હતા.
વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ સંરક્ષિત સેન્ટીનેલીસ સમુદાયની વસ્તી ૪૦ છે. તેવું કહેવામાં પણ આવે છે કે આ આદિવાસીઓ બહારની દુનિયા સાથે કોઈ પણ સંપર્ક નથી રાખતા.
