મુલાકાત/ રાહુલ-પ્રિંયકા સાથે પાટલોટની મુલાકાત શું હેવ કેપ્ટન પછી ગેહલોતની પણ થશે છુટ્ટી..?

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે લાંબા મતભેદો ધરાવતા સચિન પાયલટે આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી

Top Stories

કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદોએ પક્ષમાં ઉથલપાઠલ કરી દીધી છે. કોંગ્રેસના આવા વિવાદોથી હવે કોઇ અજાણ નથી. છેલ્લા કેટલાય સમયથી પંજાબમાં ચાલી રહેલી અંદરો અંદરની લડાઇએ ગંભીર રૂપ ધારણ કર્યું અને અંતે ક્રોંગ્રેસે નિર્ણય લઇને પંજાબ સરકારમાં મોટાફેર કરવા પડ્યા છે. હવે રાજસ્થાન અને છત્તીસગઢમાં લઇને ફરી એકવાર ક્રોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે. પંજાબમાં જેમ કેપ્ટન અને સિદ્ધુ વચ્ચેના મનભેદોએ સરકારમાં ફેરફારો કર્યાએ જ રીતે રાજસ્થાનમાં પણ ગેહલોત અને પાયલોટ વચ્ચેના મતભેદો પણ કોઇનાથી છુપ્યા નથી. તેમાં પણ છેલ્લા બે દિવસથી પાયલોટ અને રાહુલ-પ્રીયંકાની મુલાકાતો પર અનેક અટકળો શરૃ થઇ ગઇ છે.

પંજાબમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ રાજસ્થાન અને છત્તીસગઢમાં ફેરફારની અટકળો છે. દરમિયાન, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે લાંબા મતભેદો ધરાવતા સચિન પાયલટે આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

એક સપ્તાહમાં ત્રણેય નેતાઓ વચ્ચે આ બીજી બેઠક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત જેવા ચૂંટણી રાજ્યમાં પાયલટને સંગઠનાત્મક જવાબદારી આપવામાં આવી શકે છે. એક સપ્તાહમાં દિલ્હી દરબારમાં બે વખત પાયલોટના દેખાવથી એવી અટકળોને પણ વેગ મળ્યો છે કે ગુજરાત અને છત્તીસગઢમાં પણ નેતૃત્વમાં ફેરફાર થઈ શકે છે. સચિન પાયલટ છેલ્લા વર્ષથી અશોક ગેહલોતથી નારાજ છે અને તેણે બળવાના બ્યુગલ ફૂંક્યા છે. તેમનું ભાજપમાં જવું લગભગ નિશ્ચિત હતું. જોકે, તેમને છેલ્લી ઘડીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સમજાવ્યા હતા. જોકે, તે સમયે સચિન પાયલટ જૂથને જે વચનો આપવામાં આવ્યા હતા તે અત્યાર સુધી પૂરા થયા નથી.