Surendranagar/ અમદાવાદના વસ્ત્રાલ અને સુરેન્દ્રનગરમાં દારૂ સાથે 14.69 લાખનો મુદ્દામાલ કબજે

આરોપીની ધરપકડ, ચાર ફરાર આરોપીની ચાલતી શોધ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પણ આવી ગયા છે પરંતુ રાજ્યમાં દારૂનું ચલણ ઘટ્યું નથી. અમદાવાદના વસ્ત્રાલ અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ બનાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ હુંડાઈ અને ક્રેટા કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ રૂ.14,69,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને બનાવમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી જ્યારે આઠ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં એસએમસીના અધિકારીઓ વસ્ત્રાલ રિંગ રોડ, વસ્ત્રાલ સર્કલ પાસેથી દારૂનો જથ્થો લઈને જતી હુંડાઈ કાર અટકાવી હતી. તપાસ કરતા અંદરથી રૂ.1,14,400 ની કિંમતનો દારૂનો જથ્થો તથા રૂ.38,500 રોકડા કબજે કર્યા હતા. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરીને તેમને રામોલ પોલીસને વદુ તપાસ માટે સોંપી દીધા હતા. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ ચાલી રહી છે.

અન્ય બનાવમાં સુરેન્દ્રનગરમાં માલવણ ચોકડી પાસેથી ક્રેટા કાર અટકાવીને તેમાંથી રૂ.2,17,255 નો દારૂ કબજે કર્યો હતો. પોલીસે દારૂ અને વાહન મળીને કુલ રૂ.10,17,255નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ચાર આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર