Ahmedabad Crime/ અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કુખ્યાત ગેમ્બલર મોન્ટુ નામદારે વર્ષ 2022માં હત્યા કરતા….

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 06 20T093607.954 અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર

Ahmedabad News: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કુખ્યાત ગેમ્બલર મોન્ટુ નામદારે વર્ષ 2022માં હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. ત્યારે અસલાલી સર્કલ પાસે મોન્ટુ નામદારે કુદરતી હાજતે જવાનું બહાનું કાઢી પોલીસને માત આપી ફરાર થયો હતો. અમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

WhatsApp Image 2024 06 20 at 9.37.54 AM અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર

મોન્ટુ નામદારે વર્ષ 1992માં પવનની સગી બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. પરિવાર અને સમાજનો વિરોધ હોવા છતાં લગ્ન કર્યા હતી. પવન અને મોન્ટુના પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી દુશ્મનાવટ ચાલતા હોવાના લીધે અંગત અદાવત રાખીને મોન્ટુ નામદારે સાગરીતો સાથે મળીને તેની ઓફિસની બહાર હોકી, બેઝબોલના બેટ અને અન્ય છ લોકોએ હથિયારો વડે ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ રાકેશની કરપીણ હત્યા કરાઈ હતી.

આરોપી હાલ સાબરમતી જેલમાં હતો. ત્યારે અસલાલી સર્કલ પાસે આરોપી મોન્ટુ પોલીસને કુદરતી હાજતે જવાનું કહી માત આપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. અમદાવાદ પોલીસે હાલ આરોપીની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેબિનેટે ગુજરાત, તમિલનાડુમાં કુલ રૂ. 7,453 કરોડના ખર્ચ સાથે ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટને મંજૂરી આપી

આ પણ વાંચો: TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ધરાશે હાથ