ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા આવેલી મહાતબાહીએ કેદારનાથની યાદ તાજી કરાવી છે. એકાએક જાણે કુદરત કોપાયમાન થઈ હોય તેમ ચમોલી પાણીમાં ગરકાવ થઇ ગયું છે. કામ પર નીકળેલા લોકો હજુ તેમના ઘરે પરત ફર્યા નથી. ઋષિગંગામાં નદીના ધસમસતા વહેણ એટલા બધા વહેવા લાગ્યા કે તેમાં 200 જેટલા લોકો તણાવા લાગ્યા હતા. અત્યાર સુધી આ ઘટનામાં 14લોકોના મોત થયા હોવાનું તેમજ હજુ પણ ઘણાની ભાળ મળી ન હોવાનું સાંભળવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં કોઈના માતા-પિતા, કોઈના ભાઈ તો કોઈની પત્ની ગાયબ છે.આ પૂરની વિનાશકતા એટલી હદે છે કે તેમાં બચાવ કામગીરી કરવી એ એક પડકારનું કામ છે. ગઈકાલે આવેલા ભયાનક પુરના કારણે દરેકના પરિવારજનોની આંખો તેમના ખોવાયેલા સ્વજનને શોધી રહી છે. સરકાર તરફથી NDRF તેમજ ITBPના જવાનો આ કામગીરીમાં જોડાયેલા છે અને આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, મહિલા આઈપીએસ ઓફિસર અર્પણા કુમાર, તો ચાલો જાણીએ તેમના વિશે. શા માટે સરકારે એક મહિલાના હાથમાં આટલી મોટી બચાવ કામગીરીનું નેતૃત્વ સોંપ્યું છે.

Political / ઇમરાન ખેડાવાલાના રાજીનામામાં નાટકીય વળાંક, પરેશ ધાનાણીએ કહ્યું …
કોણ છે અર્પણા કુમાર
સરકારે ઉત્તરાખંડમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની કમાન અર્પણા કુમારને સોંપી દીધી છે. અપર્ણા આઈટીબીપીના DIG છે. કર્ણાટકના શિવમોગામાં રહેતા અપર્ણા વર્ષ 2002 કેડરના આઈપીએસ અધિકારી છે. તેમનું સ્કૂલિંગ કર્ણાટકમાં થયું છે. ત્યારપછી તેમણે બીએ, એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેમના પતિ સંજય કુમાર પણ યુપી કેડરના આઈએએસ ઓફિસર છે.અપર્ણા કુમાર 7 સમિટ્સ એટલે કે દુનિયાની 7 સૌથી ઉંચી ટોચ પર તિરંગો લહેરાવનાર દેશના પ્રથમ આઈપીએસ ઓફિસર છે. તેમણે માઉન્ટ એવરેસ્ટ, માઈન્ટ કિલિમંજારો, માઉન્ટ એલ્બ્રુશ, કાર્સન્ટસ પિરામિડ, વિન્સન મેસિફ, માઉન્ટ એકાંકાગુઆ અને માઉન્ટ ડેનાલી પર ચડાઈ કરવામાં સફળતા મેળવી હતી. આ દરેક ટોચ 7 અલગ અલગ મહાદ્વીપમાં છે.
નિર્ણય / સગાવાદની નાબૂતી કરતા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયને સાંસદ મનસુખ વસાવાએ આવકાર્યો

અપર્ણાએ માઉન્ટેનિયર કોર્સ પૂરો કર્યાના એક વર્ષ પછી જ એટલે કે 2014માં પહેલીવાર આફ્રિકાના સૌથી ઉંચા માઉન્ટ કિલિમંજારો (19,340 ફૂટ)ની ટોચ પર ચઢાણ કર્યું હતું. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઓશિનિયાના સૌથી ઉંચા પર્વત કાર્સ્ટેસ પિરામીડ (16,024 ફૂટ) પર જીત મેળવી હતી.2015માં આર્જેન્ટિનાની સૌથી ઉંચી માઉન્ટ એકાંકાકાગુઆ (22,840 ફૂટ)ની ટોચ પર ચઢાણ કર્યું હતું. આ જ વર્ષે રશિયાની કોકેશિયાન રેન્જની સૌથી ઉંચી ટોચ માઉન્ટ એલ્બ્રુશ (18,510 ફૂટ) પર પણ ચઢાણ કરવામાં સફળતા મળી હતી. 2016માં એન્ટાર્કટિકાની સૌથી ઉંચી ટોચ વિન્સન માસિક (16,050 ફૂટ) પર ચઢાણ કર્યું હતું. આ વર્ષે દુનિયાની સૌથી ઉંચી ટોચ નેપાળની માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવામાં સફળતા મળી હતી. અહીં તેઓ 23 હજાર ફૂટની ઉંચાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

વડોદરા / મધુ શ્રીવાસ્તવના પુત્રના ફોર્મને લઇ ઘમાસાણ, સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
