- NCPની ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયામાં ભાજપ સામે સીધી ટક્કર
- કાંધલ જાડેજા સામે ઉમેદવાર ઉતારવા માટે કોંગ્રેસ મક્કમ
- રાજ્યસભામાં કાંધલે ભાજપને આપેલું સમર્થન કોંગ્રેસને હજી પણ ખૂચે છે
- કાંધલે સીધા પ્રફુલ પટેલ સાથે જ વાત કરીને ઉમેદવારીપત્રક ભર્યુ
Gujarat election 2022 માટે કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) વચ્ચે બેઠકો માટે જોડાણ તો થયું છે પણ આ જોડાણ પ્રારંભથી જ ખોડંગાતું હોય તેવા સ્પષ્ટ સંકેતો મળવા માંડ્યા છે. એનસીપીને કોંગ્રેસ ત્રણ જ બેઠક આપી છે. જો કે એનસીપીના કાર્યકરોની ઇચ્છા તો વધારે બેઠકોની હતી, પણ કોંગ્રેસ તેના માટે તૈયાર નથી. આ જોડાણના ભાગરૂપે એનસીપી ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા ખાતે લડશે. કોંગ્રેસ આ બેઠક પર એનસીપી સામે ઉમેદવાર ઊભા નહી રાખે. આમ આ ત્રણ બેઠક પર એનસીપીનો સીધો ભાજપ સામે જંગ હશે.
પણ કોંગ્રેસ એનસીપીની કુતિયાણાની (Kutiyana) બેઠક પર કાંધલ જાડેજા (Kandhal Jadeja) સામે ઉમેદવાર ઊભો રાખવાની છે. કાંધલ જાડેજાએ એક સમયે એનસીપીની પાર્ટી લાઇન છોડીને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું. આ વાત હજી પણ કોંગ્રેસને અને એનસીપી અંદર પણ ઘણા લોકોને ખૂંચે છે. હાલમાં તો આ ત્રણેય બેઠક ભાજપ પાસે છે.
એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ (Boski) જણાવ્યું હતું કે એનસીપી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપશે. એનસીપીના એકમાત્ર વિધાનસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણાની બેઠક પરથી ઉમેદવારીપત્રક ભરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે પક્ષના નેતા પ્રફુલ પટેલની મંજૂરી મળ્યા પછી મેં ઉમેદવારીપત્રક ભરી દીધું છે. મેં સાંભળ્યું છે કે પક્ષ કોંગ્રેસ સાથે ચૂંટણીપૂર્વે જોડાણ કરવાનો છે, પણ તેમા કુતિયાણાની બેઠકનો સમાવેશ થતો નથી.
આ પણ વાંચો
