Gujarat election 2022/ ‘આપ’ મુજે અચ્છે લગને લગે’ કહી ‘આપ’માં જોડાયેલા કેસરીસિંહની ભાજપમાં ઘરવાપસી

આપ મુજે અચ્છે લગને લગે કહી આપમાં જોડાયેલા ભાજપના વિધાનસભ્ય કેસરીસિંહની ભાજપમાં ઘરવાપસી થઈ છે. તેઓનું કહેવું હતું કે તેમની જે પણ ફરિયાદો હતી તેનો પક્ષ દ્વારા ઉકેલ લાવવામાં આવતા તેઓ ભાજપમાં પરત ફર્યા છે.

Top Stories Gujarat

‘આપ મુજે અચ્છે લગને લગે’ કહી AAPમાં જોડાયેલા ભાજપ (BJP)ના વિધાનસભ્ય કેસરીસિંહની (Kesarisinh) ભાજપમાં ઘરવાપસી થઈ છે. તેઓનું કહેવું હતું કે તેમની જે પણ ફરિયાદો હતી તેનો પક્ષ દ્વારા ઉકેલ લાવવામાં આવતા તેઓ ભાજપમાં પરત ફર્યા છે. આમ ભાજપે ટિકિટ જાહેર કરવાની સાથે-સાથે ડેમેજ કંટ્રોલની આદરેલી કવાયતનો પહેલો નજરો દેખાતો પુરાવો કેસરીસિંહ માનવામાં આવે છે. આ જ રીતે ટિકિટ વહેંચણી પછી નારાજ બીજા ઉમેદવારોને અને તેમના સમર્થકોને મનાવી લેવાશે.

BJPમાંથી ટિકિટ ન મળતા આ નેતા બળવાખોર બની ગયા અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કેસરી સિંહ આજે આમ આદમી પાર્ટીની ટિકિટ પર માતર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે તેમ કહેવાતું હતું. આ એ જ કેસરીસિંહ છે જે પાવાગઢમાં (Pavagarh) દારૂની મહેફિલ અને જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા. આ કેસમાં કોર્ટે તેને 2 વર્ષની કેદની સજા પણ સંભળાવી છે.

ગુજરાતના ખેડા જિલ્લાની હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને સજા સાથે રૂ. 4,000નો દંડ ફટકાર્યો હતો. માતરના ધારાસભ્ય કેસરીસિંહ હાલોલના ફાર્મહાઉસમાં જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે ધારાસભ્ય કેસરી સિંહ સહિત અન્ય 23 વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એક વર્ષ જૂના આ કેસમાં આજે હાલોલ સેશન્સ કોર્ટ મારફત ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. કોર્ટમાં હાજર રહેલા તમામ 22 આરોપીઓને બે વર્ષની કેદ અને ચાર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ધારાસભ્ય કેસરી સિંહના વકીલે કોર્ટમાં ચાર હજાર રૂપિયાનો દંડ ભર્યો હતો. આ સાથે જામીન માટેની અરજી પણ આપવામાં આવી હતી. કેસરી સિંહની 23 અન્ય લોકો સાથે 2 જુલાઈ, 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જીમીરા રિસોર્ટમાં દરોડો પાડીને આ લોકોને પકડ્યા હતા. આ રિસોર્ટ પંચમહાલ જીલ્લા હેઠળ આવતા પાવાગઢ વિસ્તારમાં શિવપુરી ખાણો પાસે આવેલ છે. રિસોર્ટમાં મહિલાઓ સાથે કુલ 18 પુરૂષો પણ જુગાર રમતા હતા. આ ઉપરાંત પોલીસે રિસોર્ટમાંથી સાત દારૂની બોટલો પણ મળી આવી હતી.

આ પણ વાંચો

Gujarat Election 2022/ ગઈ ચૂંટણીમાં સાત બેઠકોમાં હજારથી ઓછા માર્જિને વિજય

Election Commission Of India/ ચૂંટણી પંચ બન્યું કડક , હિમાચલ અને ગુજરાતમાં ઓપિનિયન