રાજકોટમાં પ્રેમમાં અંધ બનેલા યુવકને યુવતી તાબે ના થતા તેને ગળે છરી મારી દીધી હતી.યુવતીને છરી માર્યા બાદ યુવકે પોતાના ગળે છરી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.હાલ બંનેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. છરી માર્યા બાદનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાજકોટના લોધિકા જીઆઇડીસીમાં આ ઘટના બની હતી,જેમાં વિક્રમ પાંડેસરા નામનો યુવક એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો.મૂળ બિહારની યુવતી મેટોડામાં તેના બહેન-બનેવી સાથે રહી કારખાનામાં કામ કરે છે. જ્યારે ઉત્તરપ્રદેશનો વિક્રમ પાંડેસર મેટોડા જીઆઇડીસીમાં છેલ્લા 10 વર્ષથી રહે છે અને હાલમાં તે આર.કે.ગંગા નામના કારખાનામાં કામ કરે છે.
એક વર્ષ પહેલા વિક્રમ અગાઉ જે કારખાનામાં કામ કરતો હતો તે કારખાનામાં યુવતી પણ કામ કરતી હતી અને બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. યુવતીના અગાઉ લગ્ન થયા હતા અને વિક્રમ અવારનવાર યુવતીને લગ્ન કરવાનું કહેતો હતો.
જો કે વિક્રમ સાથે લગ્ન કરવા યુવતી તૈયાર ના થતા તે બહુ જ ઉશ્કેરાયો હતો.વિક્રમે યુવતીને લોધિકા બોલાવી હતી અને તેના મિત્રની હાજરીમાં લગ્નનું દબાણ કરવાનું શરૂ કર્યું હતું.વીડિયોમાં જોવા મળે છે તેમ વિક્રમને તેનો મિત્ર પણ સમજાવી રહ્યો છે પરંતુ તે રોષે ભરાયેલો હતો.
યુવતીએ લગ્નની ના પાડતા જ વિક્રમ ઉશ્કેરાયો હતો અને ગળા ભાગે છરીનો ઘા મારી દીધા હતા. બાદમાં પોતે પણ ગળાના ભાગે છરી હુલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિક્રમે યુવતીને છરી મારતા પહેલા કહ્યું હતું કે, તારા વગર મારી જિંદગી અધૂરી છે.
યુવતીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત ગંભીર હતી.પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
