Not Set/ પાટણ: બનાસ નદીમાં 4 યુવાનો તણાયા, 1 નું મોત

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે  ઉપરવાસના વરસાદી પાણીએ એક યુવાનનો ભોગ લીધો છે. પાટણની બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. જે પૈકી 3ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવાનનુ ડૂબી જવાથી મોત થયું હતું. ઉપરવાસમાંથી છોડાયેલા પાણીમાં રાધનપુરના કામલપુર પાસેથી પસાર થતી બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. આ અંગેની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા […]

Top Stories Gujarat

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે  ઉપરવાસના વરસાદી પાણીએ એક યુવાનનો ભોગ લીધો છે. પાટણની બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. જે પૈકી 3ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવાનનુ ડૂબી જવાથી મોત થયું હતું.

ઉપરવાસમાંથી છોડાયેલા પાણીમાં રાધનપુરના કામલપુર પાસેથી પસાર થતી બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. આ અંગેની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. જ્યારે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ 3 યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.