Valsad News/ રાષ્ટ્રપતિની વિદેશ યાત્રા દરમ્યાન સાંસદ ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે કરી શિષ્ટાચાર ભેટ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળે તારીખ છઠ્ઠી એપ્રિલ થી તારીખ અગયારમી એપ્રિલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં વિદેશ પ્રવાસ કર્યો હતો

Top Stories Gujarat

Valsad News: ભારત(India)ના મહામહિમા રાષ્ટ્રપતિ આદરણીય દ્રોપદી મુરમુ (President Draupadi Murmu) સાથે વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ.રાષ્ટ્રપતિના નેતૃત્વમાં ભારતના પ્રતિનિધિ મંડળે આ બન્ને દેશો માં કરેલ ઐતિહાસિક પ્રવાસથી બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધોમાં નવા કીર્તિમાન સ્થપાશે.વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની આ બંને દેશોમાં વિદેશ યાત્રા થી એમના મતવિસ્તારના લોકોમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ.

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળે તારીખ છઠ્ઠી એપ્રિલ થી તારીખ અગયારમી એપ્રિલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં વિદેશ પ્રવાસ કર્યો હતો, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત સાંસદોને વિષેશ પ્રોત્સાહન આપી રહી છે જેના ભાગરૂપે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા અને દેશના માત્ર બે સાંસદો ની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલ અને સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો,ભારત દેશના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળ ને પોર્ટુગલ અને સ્લોવકીયા દેશમાં સરકારો દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિના નેતૃત્વમાં સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી અને બંને દેશોની સંસદ ભવનની મુલાકાત કરી લોકસભાના સ્પીકરો અને અધ્યક્ષો સાથે શિષ્ટાચાર ભેટ કરી બંને દેશોના રાષ્ટ્રપતિ દ્વારા રાખવામાં આવેલ ગાલા ડિનરમાં પણ સહભાગી થયા હતા.

સાંસદ ધવલભાઈ પટેલે રાષ્ટ્રપતિના નેતૃત્વમાં બંને દેશો સાથેની દ્વિપક્ષીય વાર્તાલાપ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બંને દેશોના રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધો ને વધુ ઝડપભેર વિકસાવવા માટે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દેશના મહામહીમ રાષ્ટ્રપતિના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળનું પોર્ટુગલ અને સ્લોવાકીયા દેશોમાં ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા વિશેષ સેલિબ્રેશન અને નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહામહિમ રાષ્ટ્રપતિ અને સાંસદ ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદેશ પ્રવાસ દરમ્યાન સાંસદ ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે સ્લોવકીયા ખાતે આવેલ ટાટા ગ્રુપની લેન્ડરોવર કંપનીની મુલાકાત લઇ ત્યાં કાર્યરત ભારતીય કારીગરો સાથે મુલાકાત કરી એમના અને એમના પરિવારની સ્વાસ્થ્યની પૂછ્યા કરી હતી, સાંસદ ધવલ પટેલે રાષ્ટ્રપતિ સાથે ક્રુઝ બોટની યાત્રા કરી સ્લોવકીયા દેશના ઐતિહાસિક સ્થળો અને સુંદર સ્થનો નિહાળ્યા હતા,મહામહિમ રાષ્ટ્રપતિ,સાંસદ ધવલ અને પ્રતિનિધિ મંડળે લીસબન મ્યુનિસિપલ કોર્પોરેશન ની પણ મુલાકાત કરી મેયર સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી.

દેશના મહામહીમ રાષ્ટ્રપતિ સાથે લોકસભાના દંડક ,વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે કરેલ પ્રવાસ દરમ્યાન બંને દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા સાથે રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોનો નવું કીર્તિમાન સ્થપાશે, સાંસદ ધવલ પટેલની આ ઐતિહાસિક વિદેશ યાત્રાને લઇ એમના મતવિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં વાદળછાયું રહેશે વાતાવરણ, કમોસમી વરસાદ અને તાપમાનમાં ફેરફારની શક્યતા

આ પણ વાંચો: ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી સપ્તાહ તાપમાન ઘટશે