મહારાષ્ટ્રમાં સૂર્યની ગરમી અને કેન્દ્રીય તપાસ એજન્સીઓની તાબડતોબ કાર્યવાહી સાથે રાજકીય ગરમી પણ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીની વાપસીને લઇને અનેક અટકળો ચાલી રહી છે આ બધા જ વચ્ચે ગઈકાલે એટલે કે મંગળવારે દિલ્હીમાં પ્રસાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના ઘરે ડિનર ઉપર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ પહોંચ્યા હતા. ત્યાં શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ અને મહારાષ્ટ્રના અનેક ધારાસભ્યો પણ હાજર હતા.
મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો, સાંજે છ વાગે શિવસેનાના સાંસદ સંજય રાઉત પણ ડિનરપાર્ટી માટે ઉપસ્થિત થયા હતા. શરદ પવારે આજે રાતે પણ મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે તમામ નેતા સંસદમાં એક પ્રશિક્ષણ કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીમાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રશિક્ષણ કાર્યક્રમ દેશની સંસદીય પ્રણાલીમાં પહેલીવાર પસંદ થયેલા ધારાસભ્યો માટે છે. ન્યુઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ જે મહારાષ્ટ્ર વિધાનસભાના સદસ્ય પણ છે તેમણે જણાવ્યું હતું કે પહેલીવાર મહારાષ્ટ્ર વિધાનસભા માટે પસંદ કરાયેલા ધારાસભ્યોને લોકસભા સચિવાલય દ્વારા એક કાર્યક્રમ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. 5 એપ્રિલ અને 6 એપ્રિલે તેમના માટેની ટ્રેનિંગ રાખવામાં આવી છે ને આ અવસરને ખાસ બનાવવા માટે એક ડિનર પાર્ટી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો :દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વણથંભી વણઝાર,આજે ફરી ભાવમાં વધારો,જાણો નવા ભાવ
આ પણ વાંચો :ભરૂચના ટાવરની ઐતિહાસિક ઘડિયાળ : ફરી સમય સાથે મીલાવશે કદમ
આ પણ વાંચો દાહોદની દિકરીને “અ કલરફુલ વર્લ્ડ” આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ, પંથકમાં ફેલાઈ ગૌરવની લાગણી
આ પણ વાંચો :દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વણથંભી વણઝાર,આજે ફરી ભાવમાં વધારો,જાણો નવા ભાવ
