Gujarat election 2022/ ગઈ ચૂંટણીમાં સાત બેઠકોમાં હજારથી ઓછા માર્જિને વિજય

Gujarat election 2022ના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગઈ ચૂંટણી પર નજર નાખતા સ્પષ્ટ થાય છે કે તેમા કમસેકમ સાત બેઠકો એવી હતી જ્યાં એક હજારથી ઓછા માર્જિનથી ભાજપ કે કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Gujarat election 2017 ગઈ ચૂંટણીમાં સાત બેઠકોમાં હજારથી ઓછા માર્જિને વિજય
  • કોંગ્રેસે હજારથી પણ ઓછા માર્જિનવાળી ચાર તો ભાજપે ત્રણ બેઠક જીતી
  • 16 બેઠકોમાં વિજયનો માર્જિન ત્રણ હજારથી પણ ઓછો
  • ભાજપે તેમાથી દસ તો કોંગ્રેસે છ બેઠક જીતી છે
  • ગઈ વખતની જેમ આ વખતે મતોનું વિભાજન અટકાવવા પ્રયત્નશીલ

Gujarat election 2022ના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગઈ ચૂંટણી પર નજર નાખતા સ્પષ્ટ થાય છે કે તેમા કમસેકમ સાત બેઠકો એવી હતી જ્યાં એક હજારથી ઓછા માર્જિનથી ભાજપ (BJP) કે કોંગ્રેસના (Congess) ઉમેદવાર જીત્યા હતા. આ સિવાય 16 બેઠક એવી હતી જ્યાં વિજયનું માર્જિન ત્રણ હજારથી પણ ઓછું હતું. કોંગ્રેસે હજારથી ઓછા માર્જિનવાળી ચાર તો ભાજપે ત્રણ બેઠક જીતી છે.

ગુજરાતની 2017ની ચૂંટણીમાં વલસાડ (Valsad) જિલ્લાની કપરાડા (Kaprada) (એસસી) બેઠક પર વિજયનું માર્જિન ફક્ત 170 મતનું હતું. કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ (Jitubhai chaudhary) ભાજપના મધુભાઈ રાઉતને (Madhubhai Raut) 170 મતથી હરાવ્યા હતા. ભાજપના ઉમેદવારને 92,830 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 93,000 મત મળ્યા હતા. જો કે પછી જીતુભાઈ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા અને આ વખતે ભાજપમાંથી ઊભા રહ્યા છે.

કેટલાક સ્થળોએ તો બીએસપી અને અપક્ષોએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો. તેમા એક બેઠક મુસ્લિમ બહુમતીવાળા પંચમહાલ જિલ્લાના ગોધરાની છે.તેમા ભાજપના સીકે રાઉલજીએ કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણસિંહને 258ના સામાન્ય માર્જિનથી હરાવ્યા હતા. આ બેઠક પર ગઈ ચૂંટણીમાં 4000 લોકોએ નોટા અને બીએસપી માટે બટન દબાવ્યું હતું. જ્યારે વીસ હજાર વોટ બે અપક્ષ ઉમેદવારને મળ્યા હતા.

આ ઉપરાંત ધોળકા સીટ પર ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bupendrasingh) ફક્ત 327 મતે વિજય મેળવ્યો હતો.કેટલાયનું માનવું છે કે 11 હજાર વોટ જે બીએસપી, એનસીપી અને અન્ય અપક્ષ ઉમેદવાર પાસે ગયા, તેમણે કોંગ્રેસની બાજી બગાડી.

ગાંધીનગરની માણસા (Mansa) સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલે (Suresh Patel) ભાજપના યુવા ઉમેદવાર અમિત ચૌધરીને (Amit chaudhary) 524 મતે હરાવ્યા હતા. ચૌધરીએ 2012માં આ જ બેઠક પર કોંગ્રેસ વતી વિજય મેળવ્યો હતો, પરંતુ તે 2017માં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા.

આદિવાસી સમુદાય (Adivasi community) માટે આરક્ષિત ડાંગ બેઠક (Dang seat) પર ભાજપના ઉમેદવાર વિજય પટેલ હારી ગયા હતા, જેમને કોંગ્રેસના મંગલ ગાવિત દ્વારા 768 મતોથી હરાવ્યા હતા. ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી રહેલા ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલ 906 મતોની સરસાઈથી બોટાદ બેઠક જીતવામાં સફળ થયા હતા. તેમને 79,623 વોટ મળ્યા, જ્યારે તેમના હરીફ ડીએમ પટેલને 78,717 વોટ મળ્યા. સૌરભ પટેલની ટિકિટ આ વખતે પાર્ટીએ કાપી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે દિયોદર બેઠક (Diyodar seat) ભાજપ પાસેથી માત્ર 972 મતોથી છીનવી લીધી હતી. જ્યારે કોંગ્રેસના શિવભાઈ ભુરિયાને (Shivbhai Bhuriya) 80,432 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ કેશાજી ચૌહાણને (Keshaji chauhan) 79,460 મત મળ્યા હતા. 10 વખતના કોંગ્રેસના ધારાસભ્ય મોહન સિંહ રાઠવા (Mohansingh rathva) એસટી-આરક્ષિત છોટા ઉદેપુર સીટ (Chootaudaipur) પર 1,093 મતોથી જીતવામાં સફળ થયા. આ સીટ પર NOTA, AAP ઉમેદવાર અર્જુન રાઠવા અને એક અપક્ષ ઉમેદવાર માટે લગભગ 13,000 વોટ પડ્યા હતા. આ પછી પણ મોહનસિંહ ભાજપના જશુભાઈ રાઠવાને (Jashubhai Rathva) હરાવીને જીત્યા હતા.

આ સિવાય ઘણી સીટો પર જીતનું માર્જીન 1,000 થી 3,000 ની વચ્ચે જોવા મળ્યું હતું. જેમાં તળાજા (Talaja), વિજાપુર (Vijapur), હિંમતનગર(Himmatnagar), પોરબંદર (Porbandar), ગારીયાધાર (Gariyadhar), ખંભાત (Khambhat), ફતેપુરા (Fatepura) અને ડભોઈનો (Dabhoi)સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિતે જણાવ્યું હતું કે કોંગ્રેસને ઘણી બેઠકો પર નજીવા માર્જિનથી નુકસાન સહન કરવું પડ્યું છે.

તેથી, પાર્ટીએ આ વખતે અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઘટાડવા અને નાના પક્ષોને તેમના ઉમેદવારો ઉભા ન રાખવા માટે સમજાવવાનું આયોજન કર્યું. તેમણે કહ્યું કે એ હકીકત છે કે અપક્ષો અને બસપા જેવા નાના પક્ષોએ 2017માં અમારા મતો છીનવી લીધા હતા. એટલા માટે અમે નાના પક્ષોને મનાવવાનો પ્રયાસ કરીશું. અમે અમારા મતોનું વિભાજન ન થાય તે માટે તમામ પ્રયાસ કરીશું.

આ પણ વાંચો

Gujarat Election 2022/ વિરમગામમાં હાર્દિક પટેલને મળેલી ટિકિટઃ રાજકીય પાણી માપવાની

Gujarat Election 2022/ હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે આજે મતદાનઃ કોનો જાદુ ચાલશે