Gujarat election 2022/ વિરમગામમાં હાર્દિક પટેલને મળેલી ટિકિટઃ રાજકીય પાણી માપવાની કવાયત

ભાજપે હાર્દિક પટેલને વિરમગામની ટિકિટ ફાળવીને એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનું કહેવાય છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડ લોકપ્રિય છે. આ બેઠકનું જાતિગત સમીકરણ જોઈએ તો ઠાકોર એક લાખ છે, પાટીદાર 38 હજાર છે, દલિતો 28 હજાર છે અને મુસ્લિમ બાવીસ હજાર છે. આમ લગભગ બે લાખ મતદાતાઓ કહી શકાય.

Top Stories Gujarat
Hardik patel વિરમગામમાં હાર્દિક પટેલને મળેલી ટિકિટઃ રાજકીય પાણી માપવાની કવાયત

કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ વર્તમાન વિધાનસભ્ય

ભાજપે (BJP) હાર્દિક પટેલને (Hardik Patel) વિરમગામની (Viramgam) ટિકિટ ફાળવીને એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનું કહેવાય છે. આ બેઠક પર કોંગ્રેસના (Congress) ઉમેદવાર લાખાભાઈ ભરવાડ (Lakhabhai Bharvad) લોકપ્રિય છે. આ બેઠકનું જાતિગત સમીકરણ જોઈએ તો ઠાકોર (Thakor) એક લાખ છે, પાટીદાર (Patidar) 38 હજાર છે, દલિતો (Dalit) 28 હજાર છે અને મુસ્લિમ (Muslim) બાવીસ હજાર છે. આમ લગભગ બે લાખ મતદાતાઓ કહી શકાય.

હવે પાટીદારોના બધા મત ગણીએ તો પણ હાર્દિક માટે આ ચૂંટણી કપરા ચઢાણ છે. ભાજપને પણ આ રીતે હાર્દિકને ચૂંટણી લડાવીને તેનું રાજકીય પાણી માપવાની તક મળશે. હાર્દિકને કદાચ આશા હોય કે ભાજપના નામે તરી જશે તો તેણે યાદ રાખવું પડશે કે ગયા વખતે તેજશ્રીબેન પટેલ (Tejashriben Patel) પણ લડયા હતા, પરંતુ લાખાભાઈ સામે હારી ગયા હતા.

પક્ષપલ્ટો કર્યા પછી હાર્દિકની વિરમગામના રાજકારણ પર કેટલી પક્કડ છે તે પણ આમા જાણવા મળશે. હાર્દિક પટેલ પોતે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી શકશે. લાખાભાઈ ભરવાડે વિપક્ષમાં હોવા છતાં પણ જાળવી રાખેલા જનસંપર્કનો તોડ હાર્દિક કાઢી શકશે. હાર્દિક પોતે પણ વિરમગામનો જ છે. હાર્દિકે ચૂંટણી જીતવા માટે ઠાકોર મતદારોમાં મોટું ગાબડું પાડવું પડશે તે નિશ્ચિત છે. ઠાકોર

મતદારોના ગઢમાં ગાબડું પાડીને જ હાર્દિક વિજય મેળવી શકશે. આ ચૂંટણી ભાજપમાં હાર્દિકના રાજકીય ભાવિ માટે મહત્વની છે.
આમ કોંગ્રેસની વફાદાર મતબેન્કમાં હાર્દિકે ગાબડું પાડવા માટે દરેક પ્રકારની વ્યૂહરચના અપનાવવી પડશે. વડાપ્રધાને કરેલા કાર્યો યાદ અપાવવાથી લઈને જે પણ જરૂર હોય તે બધુ કરવું પડશે. સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ ઉપરાંત પ્રચારની જુદી જ પદ્ધતિઓ અપનાવવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં આવેલી વિરમગામની વિધાનસભા બેઠકમાં વિરમગામ તાલુકો, દેત્રોજ-રામપુરા તાલુકો અને મંડલ તાલુકાનો સમાવેશ થાય છે.

વિરમગામની બેઠક પર આમ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરની ટક્કર જોવા મળી છે. છેલ્લી પાંચ ચૂંટણીઓમાં જોઈએ તો 1995માં આ બેઠક ભાજપના જયંતિલાલ મચ્છરે જીતી હતી. જ્યારે 1998માં ભાજપના આંતરિક કલહનો ફાયદો ઉઠાવી કોંગ્રેસે પ્રેમજીભાઈ વડલાણી દ્વારા આ બેઠક કબ્જે કરી હતી.

તેના પછી 2002માં ભાજપે ફરીથી આ બેઠક કબ્જે કરતાં વજુભાઈ ડોડિયાએ વિજય મેળવ્યો હતો. જ્યારે 2007માં ભાજપના જ કમાભાઈ રાઠોડે વિજય મેળવ્યો હતો. 2012માં કોંગ્રેસે તેજશ્રીબેન પટેલને ઉતારીને આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. તેના પછી આ જ બેઠક પર તેજશ્રીબેન પટેલ 2017માં ભાજપ વતી લડ્યા હતા, પણ કોંગ્રેસના લાખાભાઈ ભરવાડે વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો

Gujarat Election 2022/ હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે આજે મતદાનઃ કોનો જાદુ ચાલશે

Gujarat Election 2022/ ભાજપે છ ઉમેદવારો જાહેર કરતા પ્રથમ તબક્કાની યાદી પૂર્ણઃ