રાજકોટ/ બેઠકમાં જમીનના ભાવ નક્કી કર્યા બાદ, જમીન ફાળવણી માટે સરકારમાં દરખાસ્ત કરાશે

મહત્વનુ કે રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે.

Gujarat Rajkot
Untitled 23 3 બેઠકમાં જમીનના ભાવ નક્કી કર્યા બાદ, જમીન ફાળવણી માટે સરકારમાં દરખાસ્ત કરાશે

રાજકોટ નજીક આવેલી અમુલ માટે ગઢકા અને ઢાંઢણી ગામની પસંદ કરાયેલી અંદાજે 100 એકર જમીનની માપણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જંત્રી દર પણ અગાઉ નક્કી થઈ ગયા છે. ત્યારે હવે આ જમીનના ભાવ નક્કી કરવા માટે કાલે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાવાની છે. આ ભાવ નક્કી થયા બાદ સરકારમાં જમીન ફાળવણી અંગે દરખાસ્ત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ નજીક અમુલે પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે જમીન ફાળવવા રાજકોટ જિલ્લા તંત્ર સમક્ષ માંગણી મૂકી હતી.

જે સંદર્ભે અગાઉ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને ગઢકા ગામ નજીક 100 એકર જમીન પસંદ કરવામાં આવી હતી. જો કે આ જમીન વિડીની નીકળતા તેજ જમીનનો અમુક હિસ્સો ઉપરાંત બાજુના ગામની જમીનનો હિસ્સો પસંદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;ર્ઘટના / હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત શહીદ,14માંથી 13નાં મોત…

મળતી માહિતી પ્રમાણે ગઢકા ગામની સર્વે નં 477 અને ઢાંઢણી ગામની સર્વે નં. 36ની જમીનની માપણી સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ આગાઉ ગઢકા ગામ આસપાસની જમીનના જંત્રી દર ન હોય તંત્ર દ્વારા કલમ 33 મુજબ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટીને ભાવ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે મુજબ સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર પૂજા જોટાણીયાએ જંત્રી દર નક્કી કર્યો હતો. આ મામલે તેઓએ કોઈ વિગતો જાહેર કરી નથી. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જંત્રી દર 778 નક્કી થયો છે.હવે આ જમીનના ભાવ નક્કી કરવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મૂલ્યાંકન સમિતિની બેઠક મળવાની છે.

મહત્વનુ કે રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.

આ પણ વાંચો ;time / CDS બિપિન રાવતના બુધવારના દિવસની સંપૂર્ણ TIMELINE જાણો…