લાંચ/ સાણંદ તાલુકાના માણકોલ ગામના સરપંચ બે લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના માણકોલ ગામમાં સરપંચ બે લાખની  લાંચ લેતા રંગેહાથે  ઝડપાયા છે. એસીબીએ છટકું ગોઠવીને સરપંચને લાંચ લેતા ઝડપી પાડયા હતા

Top Stories Gujarat
6 4 સાણંદ તાલુકાના માણકોલ ગામના સરપંચ બે લાખની લાંચ લેતા ઝડપાયા
  • સાણંદ: માણકોલ પંચાયતમાં ACBનો સપાટો
  • માણકોલ પંચાયતના સરપંચ ACBના છટકામાં
  • અરવિંદ રાઠોડ રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયો
  • NA કરાવેલ જમીનમાં બાંધકામ અંગે માંગી હતી લાંચ
  • આરોપીએ કરી હતી પહેલાં 2 દુકાનની માંગણી

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના માણકોલ ગામમાં સરપંચ બે લાખની  લાંચ લેતા રંગેહાથે  ઝડપાયા છે. એસીબીએ છટકું ગોઠવીને સરપંચને લાંચ લેતા ઝડપી પાડયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિદ દિપાભાઇ રાઠોડે ફરિયાદ એસીબીમાં કરી હતી  કે માણકોલ ગામના સરપંચ એનએ કરાવેલ જમીન મામલેઅનેક વાંધા કાઢીને કામ બંધ કરાવી દેતા હતા જે અનુસંધાનમાં સરપંચે કામ ચાલુ કરવા માટે બે દુકાનોની માંગણી કરી હતી આ મુદ્દે વચ્ચે એક સમાધાનના બદલામાં 25 લાખની માંગણીના બદલે 19 લાખ આપવાની વાત પર સમજૂતી થઇ હતી,પરતું ફરિયાદીએ  લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણો એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ મામલે એક સફળ ટ્રેપ કરી હતી.

ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૨,૦૦,૦૦૦/- લાંચ પેટે માંગી હતી અને જેવા બે લાખ હાથમાં લીધા કે તરત પોલીસે તેમને પકડી લીધા હતા અને સફળ ટ્રેપ કરી હતી. પોલીસે સરપંચ વિરૂદ્વ લાંસ સંદર્ભે ગુનો નોંઘીને વધુ તપાસ હાથ ધરી  છે.