IPL 2023/ કોલકાતાએ બેંગ્લોરને આપ્યો 205 રનનો ટાર્ગેટ, શાર્દુલ-રિંકુની વિસ્ફોટક ઇનિંગ્સ

પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ગુરબાજ અને શાર્દુલ ઠાકુરની અડધી સદીની ઈનિંગ્સને કારણે શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા

Top Stories Sports
7 4 કોલકાતાએ બેંગ્લોરને આપ્યો 205 રનનો ટાર્ગેટ, શાર્દુલ-રિંકુની વિસ્ફોટક ઇનિંગ્સ

IPL 2023 ની 9મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ગુરબાજ અને શાર્દુલ ઠાકુરની અડધી સદીની ઈનિંગ્સને કારણે શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શાર્દુલ ઠાકુરે 28 બોલમાં 68 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડેવિડ વિલી અને કર્ણ શર્માએ બે-બે જ્યારે માઈકલ બ્રેસવેલ, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. વેંકટેશ અને મનદીપ એક જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કેપ્ટન નીતિશ રાણા પણ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. જો કે ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ એક છેડેથી અડગ રહ્યો હતો. પરંતુ તે 44 બોલમાં 57 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના બીજા જ બોલ પર આન્દ્રે રસેલ પણ પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી એવું લાગી રહ્યું હતું કે ટીમ 150 રનની આસપાસ જ સ્કોર કરી શકશે. પરંતુ અંતે શાર્દુલ અને રિંકુની સદીની ભાગીદારીને કારણે KKR 200નો આંકડો પાર કરી શકી. શાર્દુલ ઠાકુરે 29 બોલમાં 68 રન બનાવ્યા હતા. જ્યારે રિંકુએ 33 બોલમાં 46 રન બનાવ્યા હતા.