વાઇબ્રન્ટ ગુજરાત-પીએમ મોદી/ વાઇબ્રન્ટ ગુજરાત, 20 વર્ષ પહેલા રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યુઃ મોદી

વાઇબ્રન્ટ ગુજરાત, 20 વર્ષ પહેલા રોપવામાં આવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. 2003માં ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાંથી શરૂ કરવામાં આવેલો રોકાણનો મહોત્સવ વાઇબ્રન્ટ ગુજરાત છેલ્લે 2019માં યોજાયો ત્યારે તેમા 135થી વધુ દેશોના 4,200થીવધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી

Gandhinagar Top Stories Gujarat
Mantavyanews 2 18 વાઇબ્રન્ટ ગુજરાત, 20 વર્ષ પહેલા રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યુઃ મોદી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત, 20 વર્ષ પહેલા  રોપવામાં આવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. 2003માં ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાંથી શરૂ કરવામાં આવેલો રોકાણનો મહોત્સવ વાઇબ્રન્ટ ગુજરાત છેલ્લે 2019માં Vibrant Gujarat-PM Modi યોજાયો ત્યારે તેમા 135થી વધુ દેશોના 4,200થીવધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આજે વાઇબન્ટ ગુજરાતની મદદથી ગુજરાત સમગ્ર દેશનું પથદર્શક બન્યું છે. તેમણે સાયન્સ સિટી ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યુ હતુ. આ સિવાય સેન્ટર ફોર એક્સીલન્સને પણ Vibrant Gujarat-PM Modi નીહાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ફક્ત બ્રાન્ડિંગનું આયોજન નથી, વિશેષ બોન્ડિંગનું આયોજન છે. તેની સાથે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષ પૂરા થવા પર આજે તમારી વચ્ચે આવવાથી ઘણો આનંદ થયો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના Vibrant Gujarat-PM Modi કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર છે. પીએમ મોદીએ સાયન્સ સિટીના રોબોટ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને અન્ય પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યુ હતું.

તેમણે જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપ, ગોધરા રમખાણોની છાયામાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું હતું. તે સમયે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાર્યક્રમ આટલો લાંબી મજલ કાપશે, પણ આજે તેના Vibrant Gujarat-PM Modi વીસ વર્ષ સફળતાપૂર્વક પૂરા થતાં હું ખુશ છે. એક સમય હતો જ્યારે આ કાર્યક્રમની સ્થાનિક સ્તરે પણ લોકો માંડ-માંડ નોંધ લેતા હતા આજે તે રોકાણના ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર છે. પીએમ મોદીએ સાયન્સ સિટીના રોબોટ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને અન્ય પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યુ હતું.

 

આ પણ વાંચોઃ ક્રૂરતાની હદ વટાવી/ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી કલાકો સુધી અર્ધનગ્ન અવસ્થામાં ભટકતી રહી….લોકો મજા લેતા રહ્યા

આ પણ વાંચોઃ Heart Attack-Youth Death/ ગરબે રમતા-રમતા પછી હવે બસમાં જ અમદાવાદના યુવાનને હાર્ટએટેક

આ પણ વાંચોઃ Rajkot Match/ ભેજવાળા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટમાં રમાશે ત્રીજી મેચ