ચેતવણી/ બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ

જો તમે બહારનું ખાવાના શોખીન હોવ તો તમારે ચેતવાનો સમય આવી ગયો છે. ચોમાસાના સમયમાં ફરસાણનું વેચાણ મોટાપાયા પર થતું હોય છે ત્યારે તેને ટેસ્ટફુલ બનાવવા માટે તેમા કપડા ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે બહાર પાડેલા દરોડામાં આ વાત ખૂલીને બહાર આવી છે.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 3 બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ

રાજકોટઃ જો તમે બહારનું ખાવાના શોખીન હોવ તો Health Department Raid તમારે ચેતવાનો સમય આવી ગયો છે. ચોમાસાના સમયમાં ફરસાણનું વેચાણ મોટાપાયા પર થતું હોય છે ત્યારે તેને ટેસ્ટફુલ બનાવવા માટે તેમા કપડા ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે બહાર પાડેલા દરોડામાં આ વાત ખૂલીને બહાર આવી છે.

રાજકોટના આરોગ્ય વિભાગ શહેરમાં મોટાપાયા પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં મળી આવેલી અખાદ્ય સામગ્રીને જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. હાલમાં જન્માષ્ટમી છે અને ખાસ કરીને રાંધણછઠ અને પછી શીતળા સાતમે લોકો ચૂલો કરતા નથી અને બહાર ખાય છે. આ દિવસે લોકો બહાર ખાય છે. તેમા ફરસાણ સહિત વિવિધ પ્રકારની મીઠાઈ આરોગતા હોય છે. તેને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું હતું અને તેણે રાજકોટમાં લક્ષ્મીનગર ખાતે દરોડા પાડ્યા હતા. તેમા શ્રીરામ ગૃહઉદ્યોગમાંથી મોટાપાયા પર અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.

Rajkot Healthraid બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ

આરોગ્ય વિભાગના દરોડામાં કુલ 5,500 કિલો અખાદ્ય જથ્થો Health Department Raid મળી આવ્યો હતો. તેનો આરોગ્ય વિભાગે સ્થળ પર જ ખતમ કર્યો હતો. આ અખાદ્ય જથ્થામાં 800 કિલોથી વધુ વાસી ફરસાણ, 200 કિલોથી વધુ અખાદ્ય શીખંડ, 150 કિલોથી વધુ વાસી મીઠાઈ અને 150 કિલો વપરાયેલા તેલનો સમાવેશ થતો હતો. તેઓ આ રીતે ધોવાના સોડામાંથી મોટાપાયા પર ફરસાણ બનાવતા હોવાનું બહાર આવ્યું છે. હવે આરોગ્ય વિભાગ તેમની સામે કયા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહેશે. એકમે તેની ભૂલ સ્વીકારી લીધી છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન નહીં થાય તેની ખાતરી આપી છે. રાજકોટના આરોગ્ય વિભાગે જે કામગીરી બજાવી હવે તેવી કામગીરી દરેક શહેરનો આરોગ્ય વિભાગ બજાવે તે જરૂરી છે. આમ થાય તો જ શહેરમાં ફેલાતી બીમારીઓને અંકુશમાં લાવવામાં મદદ મળશે અને તેની સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને ધોંસમાં રાખી શકાશે.

આ પણ વાંચોઃ  SALANGPUR TEMPLE CONTROVERSY/સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો બે દિવસનો સમય

આ પણ વાંચોઃ Apple યુઝર્સ સાવધાન/એરટેગથી મહિલાનો પીછો કરનાર સાયબર ક્રાઈમમાં ફરિયાદ

આ પણ વાંચોઃ Surat/26 વર્ષ પહેલા કર્યો હતો હત્યાનો પ્રયાસ, વતનમાં પરત ફરતા જ પોલીસે કરી ધરપકડ 

આ પણ વાંચોઃ બેઠક/ભાવનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પદાઅધિકારીઓ અને અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક

આ પણ વાંચોઃ PM અને CM વચ્ચે શું થઇ ચર્ચા?/CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક