Not Set/ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્વ હાર્દિકે સુપ્રીમમાં કરી અરજી, સુપ્રીમના ચુકાદા પર સૌની નજર

અમદાવાદ, હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધા બાદ આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયની વિરુદ્વ આજે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે કરેલી અરજીમાં ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ અને સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. લોકસભાની ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ 4 એપ્રિલ નજીક છે ત્યારે સુપ્રીમ કોર્ટ […]

Top Stories Politics
Hardik patel 22 હાઇકોર્ટના નિર્ણય વિરુદ્વ હાર્દિકે સુપ્રીમમાં કરી અરજી, સુપ્રીમના ચુકાદા પર સૌની નજર

અમદાવાદ,

હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધા બાદ આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયની વિરુદ્વ આજે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે કરેલી અરજીમાં ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ અને સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. લોકસભાની ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ 4 એપ્રિલ નજીક છે ત્યારે સુપ્રીમ કોર્ટ તેની આ અરજી પર જલ્દી સુનાવણી કરે તેવી તેની ઇચ્છા છે.

હાઇકોર્ટે હાર્દિક પટેલની અરજી નકારતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. હાર્દિકે લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે તેને કરાયેલી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી. કોર્ટનો આ નિર્ણય ગુજરાત કોંગ્રેસ માટે નુકસાનકારક છે, કારણ કે, કોંગ્રેસ તરફથી હાર્દિક જામનગરની લોકસભા સીટ પર લડે તેવું પ્લાનિંગ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને દોષિત ઠેરવીને તેને 2 વર્ષની સજા કરી હતી.  હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નહીં હોવાની વાત સ્વીકારી શકાય નહીં. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. કોર્ટને આપેલી બાહેંધરી બાદ પણ તેની વિરુદ્વ  અનેક FIR નોંધાયેલી છે.