Not Set/ લોકસભામાં આજે ટ્રિપલ તલાક બીલ પર થશે ચર્ચા, અત્યારસુધી કરાયા છે આ ફેરફાર

નવી દિલ્હી, મુસ્લિમ સમુદાયની મહિલાઓને રક્ષણ આપતા ટ્રિપલ તલાકના બીલ અંગે જોવા મળી રહેલી ગરમી વચ્ચે ગુરુવારે વધુ એકવાર લોકસભામાં આ મામલે ચર્ચા થશે. આ પહેલા મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલ – ૨૦૧૮ પહેલેથી જ લોકસભામાં પસાર કરવામાં આવી ચુક્યું છે, પરંતુ આ મુદ્દે ચર્ચા માટે ૨૭ ડિસેમ્બરનો દિવસ નક્કી કરાયો હતો. Union Law Minister […]

Top Stories India Trending
Tripple Tala લોકસભામાં આજે ટ્રિપલ તલાક બીલ પર થશે ચર્ચા, અત્યારસુધી કરાયા છે આ ફેરફાર

નવી દિલ્હી,

મુસ્લિમ સમુદાયની મહિલાઓને રક્ષણ આપતા ટ્રિપલ તલાકના બીલ અંગે જોવા મળી રહેલી ગરમી વચ્ચે ગુરુવારે વધુ એકવાર લોકસભામાં આ મામલે ચર્ચા થશે. આ પહેલા મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલ – ૨૦૧૮ પહેલેથી જ લોકસભામાં પસાર કરવામાં આવી ચુક્યું છે, પરંતુ આ મુદ્દે ચર્ચા માટે ૨૭ ડિસેમ્બરનો દિવસ નક્કી કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર માટે ટ્રિપલ તલાક બીલ એક લડત બની ચુક્યું છે, કારણ કે સરકાર આ માટે અધ્યાદેશ પણ લાવી ચુકી છે છે. પરંતુ સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં આ બીલ પાસ થઇ ચુક્યું નથી.

આ પહેલા કાયદા મંત્રી ટ્રિપલ તલાકના બીલને લોકસભામાં ચર્ચા કરીને પારિત કરવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ સહિતની અન્ય વિપક્ષી પાર્ટીઓના વિરોધ બાદ આ શક્ય થઇ શક્યું ન હતું.

શું છે ત્રણ ફેરફાર ?

talaq 1 2176636 835x547 m લોકસભામાં આજે ટ્રિપલ તલાક બીલ પર થશે ચર્ચા, અત્યારસુધી કરાયા છે આ ફેરફાર
national-lok-sabha-discuss-triple-talaq-bill-muslim-womens-narendra-modi-government-changes

પ્રથમ સંશોધન : પહેલાની જોગવાઈ મુજબ આ કિસ્સામાં કોઈ પણ કેસ દાખલ કરી શકતું હતું, અને પોલીસ પણ નોંધ લઈ મામલો દાખલ કરી શકતી હતી.

હવે પછી સુધારો  :  હવે પીડિતા અને સાથી સંબંધી જ કેસ દાખલ કરી શકશે.

બીજું સંશોધન :  પોલીસ વિના કોઈ વૉરન્ટ વગર ધરપકડ કરી શકતી હતી.

હવે પછીની સુધારણા – મેજિસ્ટ્રેટને જમાનત આપવાનો અધિકાર રહેશે.

ત્રીજો સુધારો : પહેલા મુજબ કરારની કોઈ જોગવાઈ હતી, પરંતુ હવે બીલમાં સુધારો થયા બાદ મેજિસ્ટ્રેટની સામે પતિ-પત્નીની સમજૂતીની વિકલ્પ ખુલ્લો રહેશે.