Not Set/ મારા પિતાને છોડાવવા માટે દિલ્લી સુધી જઈશ : તેજ પ્રતાપ યાદવ

પટના લાલુ પ્રસાદ યાદવને ચારાના કૌભાંડમાં જેલની સજા ફટકારવામાં આવી છે. ચારા કૌભાંડ મામલે દોષી જાહેર થયા બાદ લાલુ પ્રસાદ યાદવ હાલ હોસ્પિટલમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે પોતાના પિતાને લઈને હાલમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મારા પિતાને છોડાવવા માટે […]

Top Stories India Trending Politics
lalu 7591 મારા પિતાને છોડાવવા માટે દિલ્લી સુધી જઈશ : તેજ પ્રતાપ યાદવ

પટના

લાલુ પ્રસાદ યાદવને ચારાના કૌભાંડમાં જેલની સજા ફટકારવામાં આવી છે. ચારા કૌભાંડ મામલે દોષી જાહેર થયા બાદ લાલુ પ્રસાદ યાદવ હાલ હોસ્પિટલમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યા છે.

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે પોતાના પિતાને લઈને હાલમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મારા પિતાને છોડાવવા માટે હું છેક દિલ્લી સુધી જઈશ.

લાલુ પ્રસાદ યાદવ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું કે તેમના પિતાને વિવાદોમાં ફસાવવામાં આવ્યા છે.

ભાજપની સરકાર પોતાના રાજનીતિક ફાયદા માટે સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે. ભાજપે તેના રાજનીતિક પ્રભાવનો ઉપયોગ કરીને સુનિશ્ચિત કરી રહી છે કે લાલુ પ્રસાદને કોઈ પણ સજોગોમાં બેલ ન મળે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ તેજ પ્રતાપ યાદવ તેના પિતાને મળીને ભાવુક થઇ ગયા હતા તેમણે કહ્યું હતું કે મારા પિતા મારા માટે ભગવાન સમાન છે. હાલ પણ તેઓ અડગ રહ્યા છે કે આ જે ચાલી રહ્યું છે તે લાંબો સમય સુધી નહી ચાલે. હું થોડા જ સમયમાં દિલ્લી જવા માટે રવાના થઈશ અને તેમને છોડાવવાના પ્રબંધ કરીશ.