Not Set/ માતૃભાષા દિન પહેલાં જ મોટો નિર્ણય, જાહેર બોર્ડ હવે લખાશે ગુજરાતી ભાષામાં

ગુજરાતી ભાષાને મળેલ આ મહત્વને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ આવકારી અને ભાષાને બળ આપવાની વાત કરી.

Top Stories Gujarat Others
મૈત્રીપૂર્ણ CM ભૂપેન્દ્ર પટેલેમાતૃભાષા Big decision just before Mother Language Day, public
“હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી,
ગુણિયલ ગરવી ભાવે રૂડી શબ્દોથી છલકાતી”
  • ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્યનો નિર્ણય
  • રાજ્ય સરકારે કર્યો ગુજરાતી ભાષાને લઈને નિર્ણય
  • જાહેરસ્થાનોના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ
  • મહાનગરોના જાહેરસ્થાનોને લઈને કરાયો નિર્ણય
  • સરકારી કચેરીઓના બોર્ડ પણ ગુજરાતીમાં લખાશે
  • ફરજિયાત ગુજરાતીમાં લખવુ પડશે લખાણ
  • સરકારી કંપની, રેસ્ટોરન્ટ, સ્કુલ, મોલમાં લખાણ જરૂરી

21, ફેબ્રુઆરીના માતૃભાષા દિન પહેલાં જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાતીમાં જાહેર બોર્ડ લખાવાનો નિર્ણય કરી ગુજરાતી ભાષાને સંજીવની પુરી પાડી છે. રાજ્યના યુવક અને સાંસ્કૃતિક વિભાગે આ માટેનો ઠરાવ કરી ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપ્યું છે.

રાજ્યની સ્થાપનાના 62 વર્ષ બાદ ગુજરાતની માતૃભાષા ને ન્યાય મળ્યો છે. રાજ્ય સરકારના યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા પ્રકાશિત અધિનિયમ પ્રમાણે રાજ્યના મહાનગરોમાં જાહેર સ્થળો પરના બોર્ડ, બિલ્ડીંગના નામ ગુજરાતી ભાષામાં લખવાના રહેશે. આ સાથે મહાનગરો અને સરકારી કચેરીના બોર્ડ ફરજીયાત ગુજરાતીમાં લખવાનો આદેશ કર્યો છે. જેનાથી ગુજરાતીને ભાષા તરીકે આગવી ઓળખ મળી રહેશે.

ગુજરાતી ભાષાને મળેલ આ મહત્વને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ આવકારી અને ભાષાને બળ આપવાની વાત કરી. સરકારના ઠરાવ અનુસાર રાજ્યના સાર્વજનિક સ્થળો પરની સૂચના, જાણકારી અને દિશા નિર્દેશ ફરજીયાત રીકે ગુજરાતીમાં લખવાના રહેશે. આ સાથે ખાનગી માલિકી અને સાર્વજનિક સ્થળો જેવા કે બગીચા, હોટલ, શાળા, નાટ્યગૃહ, મોલ, બઝાર, હોટલ, બેન્કવેટ હોલ, શોપીંગ સેન્ટરોના નામ પણ ગુજરાતી ભાષામાં લખવાના રહેશે. સરકારના આ પ્રયાસથી ગુજરાતી ભાષાને સન્માન મળશે તેવો મત જનપ્રતિનિધિઓનો છે.

ગુજરાત / મૌલાનાએ ગુજરાતમાંથી દરગાહ બનાવવા પૈસા ઉઘરાવ્યાં અને ખરીદ્યા હથિયાર, શું હતો પ્લાન ?

રાજકોટ / મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

રાજકીય / કુંવરજી બાવળિયા ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ કોના ચૂંટણી ચિન્હ ઉપર લડશે આગામી ચૂંટણી ?

Gujarat / પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરાશે : જીતુ વાઘાણી