Not Set/ અગ્નીકાંડ/ અધિકારીઓ રૂપિયા લઈ હોસ્પિટલમે મંજૂરી આપી :  AMC- નેતા વિપક્ષ, દિનેશ શર્માનો આરોપ

અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં અગ્નીકાંડનાં કારણે 8 કોરોનાનાં દર્દીઓની આહુતી હોમાઇ હોવાની દુખદ ઘટના ઘટી છે. અગ્નીકાંડ અને એ પણ હોસ્પિટલમાં અને એ પણ ફરી ફરીને ફરી એક વખત આકાર લેતા રાજ્યભરમાંથી લોકોનો ફિટકાર તો વરસી જ રહ્યો છે, પરંતુ લોકો દ્વારા અનેક પ્રકારનાં પ્રશ્નો પણ પુછવામાં આવી રહ્યા છે. લોકોનાં સળગતા પ્રશ્નો અને આક્ષેપો […]

Ahmedabad Gujarat
91b74ac98728f542058ed00011da2cb7 અગ્નીકાંડ/ અધિકારીઓ રૂપિયા લઈ હોસ્પિટલમે મંજૂરી આપી :  AMC- નેતા વિપક્ષ, દિનેશ શર્માનો આરોપ
91b74ac98728f542058ed00011da2cb7 અગ્નીકાંડ/ અધિકારીઓ રૂપિયા લઈ હોસ્પિટલમે મંજૂરી આપી :  AMC- નેતા વિપક્ષ, દિનેશ શર્માનો આરોપ

અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં અગ્નીકાંડનાં કારણે 8 કોરોનાનાં દર્દીઓની આહુતી હોમાઇ હોવાની દુખદ ઘટના ઘટી છે. અગ્નીકાંડ અને એ પણ હોસ્પિટલમાં અને એ પણ ફરી ફરીને ફરી એક વખત આકાર લેતા રાજ્યભરમાંથી લોકોનો ફિટકાર તો વરસી જ રહ્યો છે, પરંતુ લોકો દ્વારા અનેક પ્રકારનાં પ્રશ્નો પણ પુછવામાં આવી રહ્યા છે. લોકોનાં સળગતા પ્રશ્નો અને આક્ષેપો વચ્ચે અમદાવાદ મનપાનાં નેતા વિપક્ષ, દિનેશ શર્મા દ્વારા અગ્નીકાંડ મામલે ખુબ જ ગંભીર પ્રકારનાં આરોપ લાગાવ્યા છે.

જી હા, અમદાવાદ મનપાનાં નેતા વિપક્ષ, દિનેશ શર્મા દ્વારા કોવિડ હોસ્પિટલ મુદ્દે સવાલ ઉઠાવવાની સાથે સાથે આરોપ લગાવવામાં આવ્યો છે કે, અમદાવાદ મનપાનાં અધિકારીઓ રૂપિયા લઈ હોસ્પિટલને મંજૂરી આપે છે. વધુમાં તંત્રને આડે હાથ લેતા કહ્યું છે કે, તંત્ર આવી મોટી ઘટના બાદ જ અચાનક જાગે છે અને થોડા દિવસ હો હો કરી ફરી જેશે થે ની સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ પિતાએ ગુમાવ્યા છે, તો કોઈએ માતાને ગુમાવી છે. મૃતકોના પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો તે પણ સ્વાભાવીક જ છે. મૃતકોનાં મોત મુદ્દે પરિવારજનો સહિત રાજ્યભરમાં ભારે આક્રોશ જોવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈ સવાલ ઉઠ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews