ધરપકડ/ કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સાધુ સિંહની ભષ્ટ્રાચાર કેસમાં ધરપકડ,જાણો

કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં વન અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. વિજિલન્સ દ્વારા સાધુ સિંહ ધરમસોતની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories India
7 11 કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સાધુ સિંહની ભષ્ટ્રાચાર કેસમાં ધરપકડ,જાણો

પંજાબના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાધુ સિંહ ધરમસોતની મંગળવારે સવારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં વન અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. વિજિલન્સ દ્વારા સાધુ સિંહ ધરમસોતની ધરપકડ કરવામાં આવી છે. ધરમસોતની સાથે કથિત રીતે સહયોગી તરીકે કામ કરતા સ્થાનિક પત્રકાર કમલજીત સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોહાલીના DFOની ધરપકડ બાદ પકડાયેલા કોન્ટ્રાક્ટરે પૂર્વ મંત્રી ધરમસોતને લાંચ આપી હોવાનો ખુલાસો કર્યો છે.કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારમાં સમાજ કલ્યાણ અને વન મંત્રી રહેલા ધરમસોતની અમલોહમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ભ્રષ્ટાચારના કેસમાં જિલ્લા વન અધિકારી ગુરમનપ્રીત સિંહ અને કોન્ટ્રાક્ટર હરમિન્દર સિંહ હમ્મીની ધરપકડના દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ધરમસોત મંત્રી હતા ત્યારે બંનેએ વન વિભાગમાં કથિત ગેરરીતિઓની વિગતો આપી હોવાની માહિતી મળી હતી.