Not Set/ સૂટકેસ અથવા બેંકો દ્વારા નહિ, ચાર્ટર્ડ વિમાનોમાં વિદેશ મોકલાય છે દેશના પૈસા….. અહીં જાણો નવી હવાલા પદ્ધતિ વિષે

જો આપ વિચારી રહ્યા હો, કે બેંકો દ્વારા કે સૂટકેસમાં ભરીને કાળુધન દેશ બહાર લઇ જવામાં આવે છે, તો આ ખબર વાંચ્યા બાદ આપ હેરાન થઇ જશો. જે વાત સામે આવે છે, એ વાંચીને આપને થશે કે આવું તો ફક્ત જૂની હિન્દી ફિલ્મોમાં જ થતું હતું. આ મામલો પત્રકારમાંથી કારોબારી બનેલા ઉપેન્દ્ર રાય ની ધરપકડ સાથે […]

Top Stories India
just like uber and ola soon we will be able to hire a chartered plane at discounted prices 740x500 3 1508496276 સૂટકેસ અથવા બેંકો દ્વારા નહિ, ચાર્ટર્ડ વિમાનોમાં વિદેશ મોકલાય છે દેશના પૈસા..... અહીં જાણો નવી હવાલા પદ્ધતિ વિષે

જો આપ વિચારી રહ્યા હો, કે બેંકો દ્વારા કે સૂટકેસમાં ભરીને કાળુધન દેશ બહાર લઇ જવામાં આવે છે, તો આ ખબર વાંચ્યા બાદ આપ હેરાન થઇ જશો. જે વાત સામે આવે છે, એ વાંચીને આપને થશે કે આવું તો ફક્ત જૂની હિન્દી ફિલ્મોમાં જ થતું હતું. આ મામલો પત્રકારમાંથી કારોબારી બનેલા ઉપેન્દ્ર રાય ની ધરપકડ સાથે ખુલી રહ્યો છે. એજન્સીઓને શંકા છે કે આ ચાર્ટર્ડ વિમાનો નોટ છુપાવવા માટે તો નથી લેવામાં આવ્યા. એવું જણાવાઈ રહ્યું છે કે વિદેશી એજન્સીઓએ ભારતીય એજન્સીઓને જણાવ્યું કે હવાલાના પૈસા ચાર્ટર્ડ વિમાનો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે.

blackmoney 1518440064 e1535799948188 સૂટકેસ અથવા બેંકો દ્વારા નહિ, ચાર્ટર્ડ વિમાનોમાં વિદેશ મોકલાય છે દેશના પૈસા..... અહીં જાણો નવી હવાલા પદ્ધતિ વિષે

તપાસ એજન્સીઓને ઉપેન્દ્ર રાય પાસેથી એક પાસ મળ્યો છે, જે બ્યુરો ઓફ સિવિલ એવિએશન તરફથી આપવામાં આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે ઉપેન્દ્ર રાયે આ પાસ બોગસ રીતે મેળવ્યો હતો. આ પાસ દ્વારા એને દેશના કોઈ પણ એરપોર્ટમાં બેરોક-ટોક જવાની પરવાનગી મળે છે. જોકે, એજન્સીઓએ એ નથી જણાવ્યું કે પાસ મેળવવા પાછળ ઉપેન્દ્ર રાયનો હેતુ શું હતો.

Air one l official web e1535800087949 સૂટકેસ અથવા બેંકો દ્વારા નહિ, ચાર્ટર્ડ વિમાનોમાં વિદેશ મોકલાય છે દેશના પૈસા..... અહીં જાણો નવી હવાલા પદ્ધતિ વિષે

મળતી જાણકારી મુજબ તપાસ એજન્સીઓને શંકા છે કે કોઈ એન્જીનીયર સાથે મળીને આ ચાર્ટર્ડ વિમાનો ની અંદર સુરંગ બનવવામાં આવતી હતી અને એમાં પૈસા ભરીને લઇ જવામાં આવતા હતા. આ રીતે વિમાનના માલિકો તેમજ ગ્રાહકોને પણ ખબર નહતી પડતી, તેમજ વીઆઈપી વિમાનોની વધારે તપાસ થતી નથી. તપાસકર્તાઓએ એ પણ જણાવ્યું કે એરવન નામની કંપની જેનો સંબંધ ઉપેન્દ્ર રાય સાથે છે, પોતાના વિમાનને લાંબા સમય માટે દુબઈમાં રાખતા હતા. એટલું જ નહિ તપાસથી બચવા માટે દુબઇ આસપાસ કોઈ નાના એરપોર્ટ પર વિમાન રાખવામાં આવતા હતા. ઉપરાંત વિમાનો રશિયા પણ જતા હતા.