Not Set/ સલમાન અને શાહરૂખે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ, એક ઘાયલ

અમદાવાદ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ક્રાઇમનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અગાઉ પણ એકથી બે વખત ફાયરિંગ થયું હતું. ત્યારે બુધવારે મોડી રાત્રે ફરી એક વખત ફાયરિંગ કરાયું હતું. જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઇજાગ્રસ્ત યુવકનું નામ જાવેદ હોવાનું સામે આવ્યું છે. […]

Top Stories
સુરત 7 સલમાન અને શાહરૂખે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ, એક ઘાયલ

અમદાવાદ,

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ક્રાઇમનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અગાઉ પણ એકથી બે વખત ફાયરિંગ થયું હતું. ત્યારે બુધવારે મોડી રાત્રે ફરી એક વખત ફાયરિંગ કરાયું હતું. જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઇજાગ્રસ્ત યુવકનું નામ જાવેદ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના એવી છે કે આ ઇજાગ્રસ્ત યુવક તેની પત્ની સાથે સરખેજમાં આવેલી સાસરીમાં ગયો હતો. જો કે આ યુવક સાસરીમાં એટલે ગયો કે તેની સાળીને કોઇ સલમાન અને શાહરૂખ નામના ઇસમો માર મારવાની ધમકી આપતા હતા.

જ્યાં આ જાવેદ નામના યુવકે આ બન્ને ઇસમોને શાંતિથી વાત કરવા માટે કહ્યું હતું. પરંતુ આ બન્ને શાહરૂખ અને સલમાન નામના ઇસમો રોષે ભરાઇ ગયા હતા અને જાવેદ નામના યુવકે પર બે રાઉન્ડ ફાયરિંગ કરી નાંખ્યું. પરંતુ સદ્દનસીબે જાવેદને ફક્ત એક જ ગોળી વાગી હતી.

જ્યારે બીજી ગોળી તેની દીકરીના માથા આગળથી નીકળી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વેજલપુર પીઆઈનું કહેવું છે કે, સલમાન અને શાહરૂખ બન્ને અગાઉ પણ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાની શક્યતા દેખાઇ રહી છે. જાવેદને પેટના ભાગે ગોળી મારવામાં આવી છે અને તેને વીએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જાવેદ સરખેજમાં ઓટોરીક્ષા ચલાવે છે. જાવેદની સાળી સાથે શાહરૂખના ભાઈ સલામનના આડા સંબધ હતા જેના જાવેદના કુટુંબના લોકોને વાંધો હતો તેના  લીધે આ ફાયરીંગ કરવામાં આવ્યું છે. શાહરૂખનો ભૂતકાળ ગુનાહિત પ્રવુત્તિનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને હાલ પોલીસ વધુ તપાસ કરીને આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગ કરનાર શખ્સો અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાની શક્યતા દેખાઇ રહી છે. ખાસ વાત તો એ છે કે ફતેવાડી વિસ્તારમાં છાશવારે માથાભારે તત્વો ફાયરિંગ કરીને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. મહત્વનું છે કે આ ફાયરિંગની ઘટનામાં પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે.