Caneda/ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર હોબાળો,હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ,હાઈ કમિશને કેનેડા સરકારને લખ્યો પત્ર

વિદેશમાં ભારતીય સંસ્કૃતિ પર ઠેસ પહોચાડવાના સમાચાર અવારનવાર સામે્ આવતા હોય છે, ફરી એકવાર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો કિસ્સો સામે આવ્યો છે

Top Stories Entertainment
6 8 ડોક્યુમેન્ટરી ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર હોબાળો,હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ,હાઈ કમિશને કેનેડા સરકારને લખ્યો પત્ર

વિદેશમાં ભારતીય સંસ્કૃતિ પર ઠેસ પહોચાડવાના સમાચાર અવારનવાર સામે્ આવતા હોય છે, ફરી એકવાર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો કિસ્સો સામે આવ્યો છે. ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમ ખાતે ફિલ્મ નિર્માતા લીના મણિ મેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટર અને પ્રીમિયર બાદ હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડ્યા બાદ ભારતે વાંધાજનક સામગ્રીને હટાવવા માટે વિનંતી કરી છે.

કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ બાબતે એક પત્ર લખીને વાંધાજનક સામગ્રીને હટાવવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે અમારે કેનેડામાં હિન્દુ સમુદાયના નેતાઓને આગા ખાન મ્યુઝિયમમાં ‘અંડર ધ ટેન્ટ’ પ્રોજેક્ટ પ્રદર્શિત મામલે ફિલ્મના પોસ્ટર પર હિન્દુ દેવતાઓના અપમાનજનક તસવીરોની ફરિયાદો મળી છે.

ભારતીય દૂતાવાસે પત્રમાં કહ્યું છે કે ટોરોન્ટોમાં અમારા દૂતાવાસે કાર્યક્રમના આયોજકોને આ ચિંતાઓ જણાવી છે. અમને એ પણ કહેવામાં આવ્યું છે કે ઘણા હિંદુ જૂથોએ પણ આ મામલે સંપર્ક કર્યો છે. અમે કેનેડાના સત્તાવાળાઓ સાથે આ મામલે કાર્યવાહી કરવા વાત કરી છે. અમે કેનેડિયન સત્તાવાળાઓ અને ઇવેન્ટ આયોજકોને આ પ્રકારની સામગ્રી પાછી ખેંચી લેવા વિનંતી કરીએ છીએ.

ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં ફિલ્મ નિર્માતા લીના મણિ મેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટર અને પ્રીમિયર દ્વારા હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઘણા હિંદુ જૂથોએ કેનેડા સરકારને ફરિયાદ કરી હતી. રિધમ કેનેડા ઇવેન્ટમાં દર્શાવવામાં આવેલી આ ફિલ્મ, કાલિકા સિગારેટ પીતી અને તેના હાથમાં LGBTQ ચિહ્નિત ધ્વજ ધરાવે છે. આ અંગે ટોરોન્ટોમાં હાજર ભારતના કોન્સ્યુલેટ જનરલે આ મામલો કેનેડાની સરકાર અને ઈવેન્ટના આયોજકો સમક્ષ ઉઠાવ્યો છે. આ સાથે તેમને ધાર્મિક લાગણીઓનું પણ ધ્યાન રાખવાની વિનંતી કરવામાં આવી છે.