Not Set/ એનસીપી નેતા અને પૂર્વ સાંસદ ડી પી ત્રિપાઠીનું દિલ્હીમાં અવસાન

એનસીપીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડી પી ત્રિપાઠી (દેવી પ્રસાદ ત્રિપાઠી) નું દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ડી.પી.ત્રિપાઠીનો જન્મ ઉત્તર પ્રદેશનાં સુલતાનપુરમાં થયો હતો. તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ રહી ચૂક્યા છે. ડી.પી.ત્રિપાઠીએ કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી, પરંતુ સોનિયા ગાંધીનાં વિરોધમાં કોંગ્રેસ છોડીને તેઓ એનસીપીમાં જોડાયા હતા. […]

Top Stories India
ncp 87 5 એનસીપી નેતા અને પૂર્વ સાંસદ ડી પી ત્રિપાઠીનું દિલ્હીમાં અવસાન

એનસીપીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડી પી ત્રિપાઠી (દેવી પ્રસાદ ત્રિપાઠી) નું દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ડી.પી.ત્રિપાઠીનો જન્મ ઉત્તર પ્રદેશનાં સુલતાનપુરમાં થયો હતો. તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ રહી ચૂક્યા છે.

ડી.પી.ત્રિપાઠીએ કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી, પરંતુ સોનિયા ગાંધીનાં વિરોધમાં કોંગ્રેસ છોડીને તેઓ એનસીપીમાં જોડાયા હતા. એક સમયે તેઓ વડા પ્રધાન રાજીવ ગાંધીની ખૂબ નજીકની વ્યક્તિ પણ માનવામાં આવતા હતા.

ડી.પી.ત્રિપાઠીનાં અવસાન પર એનસીપીનાં નેતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, ‘ડી.પી. ત્રિપાઠીજીનાં અવસાન વિશે સાંભળીને ઘણું દુઃખ થાય છે. તેઓ એનસીપીનાં જનરલ સેક્રેટરી હતા. તેઓ અમારા બધાનાં માર્ગદર્શક અને સરંક્ષક હતા. અમે તેમની સલાહ અને માર્ગદર્શનને યાદ રાખીશું, જે તેમણે એનસીપીની સ્થાપનાનાં દિવસે આપ્યું હતુ. તેમની આત્માને શાંતિ મળે.’

રાજનીતિમાં પ્રવેશ તેમણે 16 વર્ષની ઉંમરે કર્યો હતો. તેઓ બહુ જલ્દી જ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનાં સાથી બની ગયા હતા. જોકે, બાદમાં તેમણે સોનિયા ગાંધીનાં વિરોધમાં પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ તેઓ વર્ષ 1999 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને બાદમાં જનરલ સેક્રેટરી અને પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.