Stock Market/ શેરબજાર ઘટાડા સાથે થયું બંધ, સેન્સેક્સ 71,187 અને નિફ્ટી 21,462ના સ્તર પર બંધ થયો

શેરબજારમાં આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં જોરદાર ધબડકો જોવા મળ્યો. મિડ કેપ ઈન્ડેક્સ 1300 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

Top Stories Business
262545 552128 sen 1 શેરબજાર ઘટાડા સાથે થયું બંધ, સેન્સેક્સ 71,187 અને નિફ્ટી 21,462ના સ્તર પર બંધ થયો

આ અઠવાડિયે ભારતીય શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયું છે. બુધવારની જેમ ગુરુવારે પણ બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 830 પોઈન્ટ અને નિફ્ટી 290 પોઈન્ટ લપસી ગયો હતો. HDFC બેંકના શેરમાં પ્રોફિટ બુકિંગના કારણે બેંક નિફ્ટીમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

આજે માર્કેટમાં સવારના સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં જોરદાર ધબડકો થયો હતો, ત્યારબાદ મિડ કેપ ઈન્ડેક્સ 1300 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપની આગેવાનીમાં બજારે નીચલા સ્તરેથી ઉત્તમ રિકવરી દર્શાવી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 314 પોઈન્ટના ઘટાડા સાથે 71,187 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 110 પોઈન્ટના ઘટાડા સાથે 21,462 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના કારોબારમાં ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. સવારે મોટો ઘટાડો જોયા બાદ નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ સપાટ બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 વધ્યા અને 18 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 22 શેરો વધ્યા અને 28 નુકસાન સાથે બંધ થયા.

આજના કારોબારમાં, નીચલા સ્તરે ખરીદીના વળતરને કારણે BSEના માર્કેટ કેપમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. આજે બજાર બંધ સમયે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 67,000 કરોડ ઘટીને રૂ. 369.75 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 372.42 લાખ કરોડ હતું. 

શેર બજારમાં આજે ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. જો કે એક કંપનીના રોકાણકારોને લાભ થઈ રહ્યા છે. બાલાજી ઈન્ડસ્ટ્રીઝ કે જે મેટલ અને માઈનિંગ કંપની છે. આ કંપનીના શેરોએ મલ્ટિબેગર રિટર્ન આપીને તેમના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. સામે આવેલ માહિતી મુજબ આ શેરમાં એક વર્ષના ગાળામાં 1760.04 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 18 જાન્યુઆરીએ કંપનીના શેર રૂ. 54.30ના ભાવે હતા, જે 2024માં વધીને રૂ. 1,006 થયા છે. આવી સ્થિતિમાં, શેરે માત્ર એક વર્ષમાં રોકાણકારોને 1700 ટકાથી વધુ વળતર આપ્યું છે.


આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં અડધા દિવસની રજા જાહેર, કેન્દ્ર સરકારે જારી કર્યો આદેશ

આ પણ વાંચોઃ