drugs scandal/ પંજાબના લુધિયાણામાં 38 કિલો હેરોઈન ભરેલી ટ્રક ઝડપાઈ, મામલો કચ્છ સુધી પહોંચ્યો

એક સૂચના પર કાર્યવાહી કરતા લુધિયાણા પોલીસે રવિવારે શહીદ ભગત સિંહ-એસબીએસનગર પેલેસ બાયપાસ પર નાકાબંધી કરી અને માદક દ્રવ્યોનું વહન કરતી ટ્રકને રોકવાનો પ્રયાસ…

Top Stories Gujarat
Ludhiana Gujarat Drugs

Ludhiana Gujarat Drugs: પંજાબના લુધિયાણામાં 38 કિલો હેરોઈન ભરેલી ટ્રકની ધરપકડનો મામલો કચ્છ સુધી પહોંચ્યો છે. આ ઘટનાની તપાસ માટે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડની ટીમ કચ્છ જવા રવાના થઈ છે. ટ્રકમાં ભરેલ હેરોઈન કચ્છથી લવાયું હતું. પંજાબમાં ડ્રગ્સનો પર્દાફાશનો નવો પ્રકરણ ફરી એકવાર સરહદી કચ્છ કનેક્શનનો પર્દાફાશ થયો છે.

એક સૂચના પર કાર્યવાહી કરતા લુધિયાણા પોલીસે રવિવારે શહીદ ભગત સિંહ-એસબીએસનગર પેલેસ બાયપાસ પર નાકાબંધી કરી અને માદક દ્રવ્યોનું વહન કરતી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો. પકડાયેલા કુલવિંદરે પંજાબ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે લુધિયાણાના રાજેશ કુમાર ઉર્ફે સોનુ ખત્રીએ તેને ભુજ-કચ્છથી પંજાબ લઈ જવા કહ્યું હતું. રાજેશકુમારે તેણીને ટેલિગ્રામ એપ દ્વારા કોલ કરીને કચ્છમાં જ્યાં હેરોઈન લેવાનું હતું તેનું ચોક્કસ લોકેશન મોકલ્યું હતું. જ્યારે આરોપી સામાન લેવા માટે ઉક્ત સ્થળે પહોંચ્યો ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને ટ્રકમાં હેરોઈન ભરીને ગયો હતો.  જેને પગલે પંજાબ પોલીસે ગુજરાત એટીએસને જાણ કરી હતી. જેને આધારે એટીએસે તપાસ હાથ ધરી હતી. જેમાં કચ્છના ગુવાર મોટી ગામ પાસે આવેલ લખ્ખી ગામના બે શખ્સો ઉમર ખમીસા જત અને હમજા હારૂન જત આ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

બીજી તરફ એટીએસની એક ટીમ આરોપીઓ કુલવીંદર અને બીટ્ટુને લેવા માટે પંજાબ રવાના થઈ ગઈ છે. જ્યારે ઉમર ખમીસા અને હમદા હારૃનને કચ્છથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા તેમણે પોલીસને જણાવ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનના ગુલ મોહંમદ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ બન્ને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: જોધપુર/ CM અશોક ગેહલોતની તબિયત અચાનક બગડી, ચક્કર આવવા લાગ્યા

આ પણ વાંચો: Taj Mahal/ તાજમહેલનું નામ બદલાશે? નામ બદલવાની ચર્ચા આજે મહાનગરપાલિકાની બેઠકમાં થશે

આ પણ વાંચો: અકસ્માત/ કુકમા ગામે બેકાબુ ST બસે વાહનો અને લોકોને લીધા અડફેટે, બે લોકોના મોત