ચારધામ યાત્રા/ યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક, ગંગોત્રીમાં સુરક્ષાને લઈને તીર્થયાત્રીઓને રસ્તામાં રોક્યા

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. યાત્રામાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ તીર્થયાત્રીઓની ભીડ જોવા મળતા તંત્ર સતર્ક થયું.

Top Stories India

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 26 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી ધામમાં ભારે ભીડ જોવા મળી. ભીષણ ભીડ વધતા હવે મામલે તંત્ર સતર્ક થયું છે. યમનોત્રીમાં જોવા મળલે ભારે ભીડ મામલે બોધપાઠ લેતા ગંગોત્રીમાં વહીવટીતંત્ર સતર્ક થતા સુરક્ષા મામલે મહત્વના નિર્ણયો લીધા છે. નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ શ્રદ્ધાળુઓના આગમનને કારણે ચારધામ યાત્રાની શરુઆતથી જ અરાજકતા ભર્યા દૃશ્યો જોવા મળ્યા છે. તીર્થયાત્રીઓની અસુવિધા ટાળવા માટે હવે તંત્ર પણ સજ્જ થયું છે.

તંત્રનો નિર્ણય

ઉત્તરકાશી જિલ્લા વહીવટીતંત્રે સોમવારે બપોરે ગંગોત્રી ધામ જતા તીર્થયાત્રીઓને રસ્તામાં અટકાવ્યા હતા. ઉત્તરકાશી જિલ્લાના એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે ગંગોત્રી જતા વાહનોને જિલ્લા મુખ્યાલયથી લગભગ બે કિમી આગળ તેખાલા ખાતે રોકવામાં આવી રહ્યા છે અને ઈન્દ્રાવતી પુલ અને જોશિયારા પાસે પાર્ક કરવામાં આવ્યા છે. એક દિવસમાં 11 હજાર તીર્થયાત્રીઓ ગંગોત્રીના દર્શને જવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલમાં માત્ર ગંગનાની અને હર્ષિલ વચ્ચે પહોંચેલા મુસાફરોને જ ગંગોત્રી દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.

ચારધામ યાત્રામાં જોડાયેલા યાત્રિકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રા દરમિયાન કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં યાત્રાળુઓ અટવાઈ રહ્યા છે. ટ્રાફિક જામથી પરેશાન, યાત્રિકોએ ગંગોત્રી-યમુનોત્રી હાઇવે પર સૂત્રોચ્ચાર કર્યા અને તેઓને પડતી સમસ્યાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો.

ચાહરધામ

બદ્રીનાથમાં પ્રદર્શન, VIP દર્શન સમાપ્ત
બદ્રીનાથમાં VIP વ્યવસ્થા અને બામાની ગામ તરફ જતો સામાન્ય રસ્તો બંધ કરવા સામે લોકોએ પ્રદર્શન કર્યું. આ પછી, જોશીમઠના એસડીએમ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને કહ્યું કે બદ્રીનાથ મંદરી સમિતિ દ્વારા ગત વર્ષે શરૂ કરવામાં આવેલી વીઆઈપી દર્શન વ્યવસ્થાને ખતમ કરી દેવામાં આવી છે. તીર્થયાત્રાના પૂજારીઓએ જણાવ્યું કે રવિવારે બદ્રીનાથમાં ભક્તોની લાંબી કતાર હોવા છતાં, મંદિર સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ રાજ્યપાલને આવકારવા માટે હેલિપેડ પર ઉભા હતા. આ દરમિયાન દર્શન માટે કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે ઘણા લોકો દર્શન કર્યા વિના જ મંદિરમાંથી પરત ફર્યા હતા.

આ VIP દર્શનના વિરોધમાં, તમામ તીર્થયાત્રી પુજારીઓ, પાંડા સમુદાયના લોકો અને હક હક્ક ધારકોએ બદ્રીનાથ ધામના સાકેત ચોક પર વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનમાં બામણી ગામની મહિલાઓએ ભાગ લીધો હતો. વિરોધીઓએ VIP માટે બનાવેલ ટીન શેડને પણ ઉખેડી નાખ્યો.

બદ્રીનાથ ધામમાં ચાલી રહેલા માસ્ટર પ્લાનના કામથી તીર્થયાત્રીઓ અને પૂજારીઓ પરેશાન છે. પૂજારીઓનું કહેવું છે કે જે રીતે બદ્રી પુરીનો નાશ કરવામાં આવી રહ્યો છે તે સનાતન માટે સારો સંકેત નથી. તીર્થયાત્રી પુજારી નરેશ આનંદ નૌટિયાલે મંદિર સમિતિ પર આરોપ લગાવતા કહ્યું કે બદ્રીનાથ ધામમાં ચાલી રહેલા માસ્ટર પ્લાનના કામના ભાગરૂપે જૂના રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે બામાણી ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત વીઆઈપી કલ્ચરના કારણે પણ યાત્રાળુઓ પરેશાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું

આ પણ વાંચો:  મતદાનની ટકાવારી 48 કલાકમાં જાહેર કરવા સુપ્રિમમાં અરજી, ADRએ કરી પિટિશન