Rajkot airport/ રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટ ટેકઓફ ન થતાં મુસાફરો રઝળી પડ્યા

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગોની મુંબઈની ફ્લાઇટ ટાઇમ પર ટેકઓફ ન થતાં 100થી વધારે મુસાફરો રઝળી પડ્યા હતા.

Gujarat Rajkot Breaking News

રાજકોટઃ રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગોની મુંબઈની ફ્લાઇટ ટાઇમ પર ટેકઓફ ન થતાં 100થી વધારે મુસાફરો રઝળી પડ્યા હતા. ઇન્ડિગો રલાઇનની ફ્લાઇટ પોમા આઠ વાગે રાજકોટથી મુંબઈ માટે ઉપડવાની હતી, પરંતુ તે કોઈ કારણસર ન ઉપડતા મુસાફરોએ હાલાકી વેઠવી પડી હતી. આ અંગે કંપની દ્વારા કોઈપણ ખુલાસો પણ કરવામાં આવ્યો ન હતો. તેના લીધે પ્રવાસીઓ ખૂબ જ હેરાન થયા હતા. ફ્લાઇટ ન ઉપડવાના લીધે ઇન્ડિગોની ફ્લાઇટના કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફ્લાઇટ ન ઉપડવાના લીધે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાત્રે પોણા આઠ વાગેરાજકોટથી મુંબઈ માટેની ઇન્ડિગોની ફ્લાઇટ ઉપડવાની ન હતી, પરંતુ ફ્લાઇટ સમયસર ઉપડી જ ન હતી. મુસાફરોએ તેના લીધે ભારે તકલીફનો સામનો કરવાનો આવ્યો હતો. મુંબઈથી આ કનેક્ટેડ ફ્લાઇટ ગોવાની હતી. વેકેશનમાં અનેક મુસાફરો કુટુંબ સાથે ફરવા નીકળ્યા હતા. પરંતુ ફ્લાઇટ લેટ થતાં 100થી વધુ મુસાફરોએ રીતસર રેલ્વેના પ્રવાસીઓ એરપોર્ટ પર સબડતા હોય તે રીતે સબડવાનો વારો આવ્યો હતો. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે કંપની ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થાય તો તેની જાણ પણ કરતી નથી, ક્યારે ઉપડશે તે કહેતી પણ નથી. તેની સાથે આટલું બધુ મોડું થાય તો ફૂડની વ્યવસ્થા પણ કરતી નથી.

આ અંગે ઇન્ડિગો એરલાઇને દાવો કર્યો હતો કે ગઇકાલે વાતાવરણ સારું ન હતુ, વાવાઝોડું ફૂંકાયું હતું અને તેના લીધે ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. જ્યારે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે વાતાવરણ સારું થઈ ગયા પછી પણ ફ્લાઇટ ઉપાડવામાં આવી ન હતી. તેના પછી કંપનીએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના લીધે ફ્લાઇટ મોડી થઈ છે. આવા બ્હાના કંપનીએ બતાવ્યા હતા,તેનાથી મુસાફરો નારાજ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત