Kutch News/ મુંદ્રામાં ખેતરમાં કરતો હતો ગાંજાનું વાવેતર, ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ, પોલીસે 26 KG ગાંજાના છોડને પણ જપ્ત કર્યા

મુંદ્રામાં ગાંજાનું વાવેતર કરવા બદલ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 26.463 કિલોગ્રામના છોડની કિંમત 2,54,630 રૂપિયા અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Others
Yogesh Work 2025 03 30T122645.282 મુંદ્રામાં ખેતરમાં કરતો હતો ગાંજાનું વાવેતર, ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ, પોલીસે 26 KG ગાંજાના છોડને પણ જપ્ત કર્યા

Kutch News : કચ્છના મુંદ્રા શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસે એક ખેડૂતને તેના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવા બદલ ઝડપી પાડ્યો છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને આ સફળતા મેળવી છે.

બનાવની વિગતો અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે મુંદ્રા શહેરના નાગ તલાવડી વિસ્તારમાં રહેતો ઈશાક ફકીરમામદ કુંભાર નામનો વ્યક્તિ પોતાના કબજાના વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યો છે. બાતમીના આધારે, પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને નાગ તલાવડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

પોલીસની ટીમે આરોપી ઈશાક ફકીરમામદ કુંભારના વાડાની તપાસ કરતાં ત્યાંથી 56 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે આ છોડ જપ્ત કર્યા, જેનું વજન આશરે 26.463 કિલોગ્રામ જેટલું હતું અને તેની બજાર કિંમત આશરે 2,54,630 રૂપિયા આંકવામાં આવી રહી છે. પોલીસે આરોપી ઈશાક ફકીરમામદ કુંભારની ધરપકડ કરી છે અને તેની પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઈશાક ફકીરમામદ કુંભાર પોતાના અંગત ફાયદા માટે આ ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યો હતો. વધુમાં, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે વાડામાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે સરકારી જમીન પર આરોપી દ્વારા દબાણ કરીને બનાવવામાં આવ્યો હતો. આ મામલે પણ આગામી દિવસોમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

હાલમાં, પોલીસે આરોપી ઈશાક ફકીરમામદ કુંભાર વિરુદ્ધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી શકાય. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી આ ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો અને તે કેટલા સમયથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમાજને આ દુષણથી બચાવવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહેશે. આ સફળ કાર્યવાહી બદલ પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોલીસે 55 કિલો ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું, 1 આરોપીની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર અને પાટણમાં ઝડપાયું ગાંજાનું વાવેતર, એક શખ્સની અટકાયત

આ પણ વાંચો: પાટણમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું