Not Set/ લાગે છે ફરી એક વખત કોરોનાની માર્ગદર્શીકા યાદ અપાવવાનો સમય આવી ગયો છે, ચાલો પોતાની જાતને સુરક્ષીત કરીએ…

શિયાળાની ઋતુની શરૂવાત થઈ ચૂકી છે અને માટે સ્વાભાવીક છે કે, ઠંડી જન્ય રોગ એટલે કે શરદી ખાંસીના કેસો વધી રહ્યા છે. કોરોનાનો કહેર તો યથાવત છે જ છે.

Top Stories Health & Fitness Lifestyle
corona guidelines લાગે છે ફરી એક વખત કોરોનાની માર્ગદર્શીકા યાદ અપાવવાનો સમય આવી ગયો છે, ચાલો પોતાની જાતને સુરક્ષીત કરીએ...

શિયાળાની ઋતુની શરૂવાત થઈ ચૂકી છે અને માટે સ્વાભાવીક છે કે, ઠંડી જન્ય રોગ એટલે કે શરદી ખાંસીના કેસો વધી રહ્યા છે. કોરોનાનો કહેર તો યથાવત છે જ છે. કોરોનાનાં કાળાકહેરની સાથે સાથે બીજી બાજું ડોક્ટરો તરફથી પણ એવી શક્યતાઓ વ્યક્ત કરાઇ છે કે, શિયાળાની ઋતુમાં કોરોના વાયરસના કેસો વધી શકે છે. જેથી આગામી દિવસો કોરોના મહામારી સામે લડવા પડકાર રૂપ સાબિત થઈ શકે છે.

એક બાજુ ડોક્ટરો સતત પોતાની રજાઓ રદ્દ કરીને દર્દીઓની સેવા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકો કોવિડ 19ના નિયમોનું પાલન ન કરીને ડોક્ટરોની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. નાગરિકોને આ નિયમો નેવે મુક્તા સોસીયલ ડિસ્ટનસનું અને માસ્ક ન પહેરતા કોરોનાનું સંક્રમણ વધી શકે છે. અને વધુ રહ્યું છે તેમ કહેવું પણ ગેરવ્યાજબી નથી જ. આવી જ રીતે નિયમોને બેફામ રીતે નેવે મૂકીને ફરતા નાગરિકોના કારણે આગામી દિવસોમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોના તમામ બેડ પણ ભરાઈ જાય તેવી પણ શક્યતાઓ ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે ચિંતાનો વિષય છે.

કોરોનાનું સંકમાન ના વધે તે માટે તહેવારો માં શું તકેદારી રાખવી જાણો…

1 ભીડમાં જવાનું ટાળવું જોઈએ…
2.. ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક અવશ્ય પહેરવું જોઈએ…
3..સેનેટરાઇઝરનો સમયાંતરે ઉપયોગ કરવો જોઈએ..
4..વારંવાર હાથ સાબુથી ધોવા જોઈએ…
5..સોસીયલ ડિસ્ટનસનું પાલન કરવું જોઈએ..
6..ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું જ જોઈએ…
7 કોરોના વાયરસના લક્ષણો જણાતાં ફરજીયાત કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો જોઈએ..
8..હોમ કોરોનતાઈનનો સંમયગાળાનું 15 દિવસ સુધી પાલન કરવું જોઈએ ..જેથી કોરોનાનું સંકમાન ના ફેલાય..
8 પોતાના સંપર્કમાં આવેલા કોઈ પન વ્યકિતને કોરોના આવ્યો હોય તો રિપોર્ટ કઢાવી કોરોનટાઇન થઈ જવું જોઈએ..

દિવાળીના તહેવારો દરમયાન જે પ્રમાણે લોકો ઘર ની બહાર નીકળ્યા, ટોળા વળ્યાં તેને જોતા એવું જ લાગી રહ્યું છે કે દેશમાં કોરોનાની બીજી લહેર આવે તો નવાઈ નહીં. માટે જ મંતવ્ય ન્યૂઝ અને તંત્ર આપને કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યું છે.