Sports/ ISL 7નો આજથી થશે આગાજ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે તમામની નજર

કોરોના વાયરસના કાળના કારણે તમામ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટીવીટી બંધ હતી, ત્યારબાદ હવે આશરે 8 મહિના પછી ફૂટબોલની રમત ભારતમાં શરુ થઇ રહી છે. આજથી ઈન્ડિયન સુપર લીગની 7મી સીઝનનો આગાજ થઇ રહ્યો છે,

Sports
a 201 ISL 7નો આજથી થશે આગાજ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે તમામની નજર

કોરોના વાયરસના કાળના કારણે તમામ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટીવીટી બંધ હતી, ત્યારબાદ હવે આશરે 8 મહિના પછી ફૂટબોલની રમત ભારતમાં શરુ થઇ રહી છે. આજથી ઈન્ડિયન સુપર લીગની 7મી સીઝનનો આગાજ થઇ રહ્યો છે, ત્યારે આ ટુર્નામેન્ટની સફળતા અપેક્ષા તમામ લોકો કરી રહ્યા છે. ત્યારે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં એટિકે મોહન બાગાન અને કેરાલા બ્લાસ્ટર્સ વચ્ચે જંગ જામશે.

નવેમ્બરથી માર્ચ સુધી ચાલનારી આ ટૂર્મેન્ટના બધા મેચ એક સ્થાન પર જ રમાડવાનો નિર્ણય લેવામાં આવે છે અને આ સમયે તમામ ટીમો બાબો બબલની અંદર રહે છે. આ સિઝનમાં કુલ 10 ટીમો છે અને તેમને 3 ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. પહેલા ગ્રુપમાં ચાર અને બીજા, ત્રીજા ગ્રુપમાં ત્રણ-ત્રણ ટીમો જોડાઈ છે. આ ટુર્નામેન્ટનો સૌથી મોટો અને રોમંચક મુકાબલો 27 નવેમ્બર એટીકે મોહન બાગાન અને એસસી ઇસ્ટ બંગાલ વચ્ચે રમાશે.

બીજી તરફ આ સિઝનમાં મુખ્યત્વે ૩ ખેલાડીઓ પર તમામની નજર રહેશે, જેમાં રોય કૃષ્ણા, વાલ્સકિસ, ફેરાન કોરોમિનાસ પર રહેવાની છે, જ્યાં આ ત્રણ ખેલાડીઓ દર્શકોને પૂરેપૂરું મનોરંજન પૂરું પ[પાડશે અને ટુર્નામેન્ટમાં પોતે પણ શ્રેષ્ઠ દેખાવ કરવાની કોશિશ કરશે.