Not Set/ #10yearchallenge : ધોનીના છેલ્લા ૧૦ વર્ષના આંકડા બતાવે છે “બંદે મેં હૈ દમ”

નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ૧૦ વર્ષની ચેલેંજ નામનું એક કેમ્પેઈન ચાલી રહ્યું છે, જેમાં યુઝર પોતાના ૧૦ વર્ષ પહેલાના અત્યારના ફોટો શેર કરી રહ્યા છે, ત્યારે હવે આ ચેલેન્જના ભાગરૂપે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીના ૧૦ વર્ષના આંકડાઓની તુલના કરાઈ છે. આ આંકડાઓની તુલના કરતા સામે છે […]

Trending Sports
#10yearchallenge : ધોનીના છેલ્લા ૧૦ વર્ષના આંકડા બતાવે છે "બંદે મેં હૈ દમ"

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ૧૦ વર્ષની ચેલેંજ નામનું એક કેમ્પેઈન ચાલી રહ્યું છે, જેમાં યુઝર પોતાના ૧૦ વર્ષ પહેલાના અત્યારના ફોટો શેર કરી રહ્યા છે, ત્યારે હવે આ ચેલેન્જના ભાગરૂપે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીના ૧૦ વર્ષના આંકડાઓની તુલના કરાઈ છે.

#10yearchallenge : ધોનીના છેલ્લા ૧૦ વર્ષના આંકડા બતાવે છે "બંદે મેં હૈ દમ"
sports-10yearchallenge-m s-dhoni-odi-average-over-the-decade-is-almost-the-same

આ આંકડાઓની તુલના કરતા સામે છે કે, એમ એસ ધોની જે રીતે ૨૦૦૯માં બેટિંગ કરતો હતો એ જ પ્રમાણે હાલમાં પણ એ જ એવરેજ જ કરી રહ્યો છે.

૧૦ વર્ષ પહેલાનો રેકોર્ડ

૨૦૦૯માં સુધીમાં ધોનીએ કુલ ૧૫૪ વન-ડે મેચ રમી હતી અને ૫૧૩૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેઓનું બેટિંગ એવરેજ ૫૦.૮૨ હતું અને ૬ સદી ફટકારી હતી.

જો કે ત્યારબાદ ચાલુ વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરી મહિના સુધી કુલ ૩૩૫ વન-ડે રમી છે, જેમાં તેઓના નામે ૧૦,૩૬૬ રન છે. આ દરમિયાન બેટિંગ એવરેજ ૫૦.૮૧ છે જે ૨૦૦૯ના કેરિયર એવરેજની બરાબર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા ધોનીના બેટિંગ ફોર્મને લઇ અનેલ સવાલો સામે આવી રહ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ધોનીએ પોતાનું ફોર્મ બતાવતા કુલ ૧૯૩ રન બનાવ્યા હતા. જેમાં કુલ ૩ ફિફ્ટી ફટકારી હતી અને બેટિંગ એવરેજ ૧૯૩નું રહ્યું હતું.