Not Set/ મહાલયા બંગ્લોઝના ગેરકાયદેસર બાંધકામ સામે દેખાવો, ઘંટ વગાડી રહીશોએ તંત્રને જગાડ્યું

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. બીજીબાજુ, સાયન્સસીટી રોડ પરના મહાલયા બંગ્લોઝના એક બંગલામાં કહેવાતા મકાન માલીક તેજા ભરવાડ રહેવા આવ્યા છે. જેણે બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કરી દેતાં રહીશો રોષે ભરાયા હતા. તેજા ભરવાડે રહીશોને ધમકીઓ આપવાનું શરુ કરતાં રહીસો ગભરાઈ ગયા હતા. રહીશોએ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓને […]

Ahmedabad Gujarat Trending
38d11e80 3c3e 494d 96e8 e104ad39e0bb 2 મહાલયા બંગ્લોઝના ગેરકાયદેસર બાંધકામ સામે દેખાવો, ઘંટ વગાડી રહીશોએ તંત્રને જગાડ્યું

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. બીજીબાજુ, સાયન્સસીટી રોડ પરના મહાલયા બંગ્લોઝના એક બંગલામાં કહેવાતા મકાન માલીક તેજા ભરવાડ રહેવા આવ્યા છે. જેણે બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કરી દેતાં રહીશો રોષે ભરાયા હતા.

તેજા ભરવાડે રહીશોને ધમકીઓ આપવાનું શરુ કરતાં રહીસો ગભરાઈ ગયા હતા. રહીશોએ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જુઆતો કરી હતી. પણ તંત્રના અધીકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જતાં કોઈ કાર્યવાહી કરાતી ન હતી.

38d11e80 3c3e 494d 96e8 e104ad39e0bb 3 મહાલયા બંગ્લોઝના ગેરકાયદેસર બાંધકામ સામે દેખાવો, ઘંટ વગાડી રહીશોએ તંત્રને જગાડ્યું

છેવટે રહીશોએ રેલી કાઢી હતી. રેલી લઈને નવા પશ્ચિમ ઝોનની કચેરી પર પહોંચ્યા હતા. જ્યાં ઘંટ વગાડીને તંત્રની ઉંઘ ઉડાડી હતી. આસીસ્ટન્ટ મ્યુનિશિપલ કમિશનર વિશાલ ખમાનાને આવેદન પત્ર આપ્યું હતું. જો તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દુર કરવામાં  નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર લડતની ચિમકી ઉચ્ચારી છે.