કૃષિ આંદોલન/ જ્યા સુધી મને પૈસા નહી મળે ત્યા સુધી ટ્વીટ કરતી રહીશ: મિયા ખલિફા

પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલિફા છેલ્લા ઘણા દિવસોથી ભારતનાં લોકો માટે એક સમાચાર બની ગઇ છે. જણાવી દઇએ કે, જ્યારથી તેણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો છે…

Trending
PICTURE 4 94 જ્યા સુધી મને પૈસા નહી મળે ત્યા સુધી ટ્વીટ કરતી રહીશ: મિયા ખલિફા

પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલિફા છેલ્લા ઘણા દિવસોથી ભારતનાં લોકો માટે એક સમાચાર બની ગઇ છે. જણાવી દઇએ કે, જ્યારથી તેણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો છે, ત્યારથી તે ટ્રોલર્સનાં નિશાના પર છે. કેટલાક ટ્રોલર્સ તેના પર પૈસા લઇને ટ્વીટ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. હવે તે ટ્વિટર પર તેના ટ્રોલને કડક જવાબ આપી રહી છે. અમાંડા સર્નીએ અગાઉ પેઇડ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી અને મિયા ખલિફાએ પણ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ટ્રોલર્સ દ્વારા સતત મિયા ખલિફાને પૈસા લઇને ટ્વીટ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ બધી બાબતોની અસર મિયા ખલિફાને પડી રહી નથી અને તે ખેડૂત આંદોલનનાં સમર્થનમાં સતત ટ્વીટ કરી રહી છે. હવે, તેણીએ એક ટ્વીટમાં તેણીને ટ્રોલ કરતા લોકોને જવાબ આપ્યો છે. તેણે કહ્યુ કે, તે ત્યા સુધી ટ્વીટ કરતી રહેશે જ્યા સુધી તેને પૈસા નહી મળે. આપને જણાવી દઇએ કે, આ પહેલા ટ્રોલર્સને જવાબ આપતા, અમાંડા સર્નીએ ટ્વીટ કર્યું હતુ કે, “આ ફક્ત ચીડવવા માટે છે. મારા ઘણા પ્રશ્નો છે… કોણ મને પૈસા આપી રહ્યુ છે? મને કેટલા પૈસા મળી રહ્યા છે? હું મારું ઇનવોઇસ ક્યાં મોકલુ? મને પૈસા ક્યારે મળશે? મેં ઘણા ટ્વીટ કર્યા, શું મને વધારે પૈસા મળશે? ‘

મિયા ખલિફાએ આ જ વાતને આગળ વધારતા અમાંડાનાં ટ્વીટનો જવાબ આપતા લખ્યું છે કે, જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી અમે ટ્વીટ ચાલુ રાખીશું. આપને જણાવી દઈએ કે, ખેડૂત આંદોલનને પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત અનેક વિદેશી હસ્તીઓનો ટેકો મળ્યો છે. જે બાદથી દેશમાં ઘણા લોકો આ વિદેશી હસ્તીઓને સતત ટ્રોલ કરી આ અમારી અંગત બાબત હોવાનુ જણાવી રહ્યા છે.

કૃષિ આંદોલન / ટીકરી બોર્ડર પર વધુ એક ખેડૂતનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું…

Politics / દેશને બદનામ કરનાર હિન્દુસ્તાની ચા પણ નથી છોડતા : PM મોદી

Political / લતા, સચિનની પ્રતિષ્ઠાને સરકારે દાવ પર ન લગાવી જોઇએ: રાજ ઠાકરે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ