Ahmedabad/ દરિયાપુર કોંગ્રેસમાં ભડકો, 500 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી આ ચૂંટણીમાં જીત મેળવવા પૂરી મહેનત કરી રહ્યા છે.

Ahmedabad Gujarat
PICTURE 4 93 દરિયાપુર કોંગ્રેસમાં ભડકો, 500 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી આ ચૂંટણીમાં જીત મેળવવા પૂરી મહેનત કરી રહ્યા છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસોથી રાજ્યમાં કભી ખુશી કભી ગમનાં દ્રશ્યો જોવા મળ્યા છે.

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોમાં કભી ખુશી તો કભી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કડીમાં વધુ એક ઉમેરો દરિયાપુરનો થયો છે. આપને જણાવી દઇએ કે, દરિયાપુર વોર્ડમાં ભડકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, ટિકિટ ન મળતા કોંગ્રેસનાં ઉપ પ્રમુખ ઝીલ શાહ સહિત 500 જેટલા કાર્યકતાઓએ રાજીનામાં આપી દીધા છે.

PICTURE 4 101 દરિયાપુર કોંગ્રેસમાં ભડકો, 500 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

છેલ્લા 24 વર્ષથી પણ વધારે સમયથી દરિયાપુર વોર્ડમાં લોકો વચ્ચે રહીને લોકોની સેવા કરતા કોંગ્રેસનાં મહિલા ઝીલ શાહને ટિકિટ ન આપતા લોકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો. તેને લઈને આજે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસનાં ધારાસભ્ય અને શહેર પ્રમુખે વિરોધ પ્રગટ કર્યો હતો.

Election: અસદુદ્દીન ઓવૈસી સાથે મંતવ્ય ન્યૂઝે કરી ખાસ વાતચીત

Ahmedabad: તબીબનું ટાઈટલ લગાવીને જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો

Gujarat: બહુચરજીનાં ચડાસણા પાટિયા પાસે ટોળકીએ અંદાજે 3 લાખ રૂપિયાની ચલાવી લૂંટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ