ગુજરાત/ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી જોવા મળી

સુરતના કાપોદ્રામાં રીક્ષામાં બેસેલા વૃદ્ધને લુંટી લેવાની ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 12 07T171331.620 સુરતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી જોવા મળી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં ગુનાખોરી દિવસેને દિવસે વધી રહી છે.સુરતના કાપોદ્રામાં રીક્ષામાં બેસેલા વૃદ્ધને લુંટી લેવાની ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વૃદ્ધ પોતાના વતનથી અહી દીકરાના ઘરે લગ્નપ્રસંગમાં આવ્યા હતા ત્યારે બસમાંથી ઉતરી રીક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષામાં બેસેલા લુંટારુઓએ ચપ્પુ મારી મોબાઈલ અને રોકડની લુંટ કરી હતી.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી જોવા મળી રહી છે.હવેલી સવારે વતન માંથી આવતા વૃદ્ધો પોતાના ઘરે જવા એકલા રીક્ષા માં બેસતા હોય તો ચેતી જજો..એક કિસ્સો સામે આવ્યો છે જેમાં  સુરતમાં દીકરાના ઘરે લગ્ન પ્રસંગે આવેલા એક વૃદ્ધને ચપ્પુ ના ઘા ઝીંકી રિક્ષામાં સવાર લૂંટારોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.ઉતરાણ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ બોટાદ ખાતે રહેતા 68 વર્ષીય રામજીભાઈ આંબલીયા મંગળવારે રાત્રે બોટાદ થી લક્ઝરી બસમાં બેસી બુધવારે સવારે સુરત પહોંચ્યા હતા.

વહેલી સવારે તેઓ સુરત પહોંચતા પોતાના દીકરા જે મોટા વરાછામાં રહે છે તેના ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે કાપોદ્રા બ્રિજ પાસેથી એક રીક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષામાં સવાર ઈસમો પર તેમને શંકા ગઈ હતી.આ દરમિયાન રિક્ષામાં બેસેલા ત્રણ લૂંટારુઓએ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.જેથી વૃદ્ધે પ્રતિકાર કરતા તેમને પગમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.આરોપીઓએ વૃદ્ધ પાસેથી રોકડ રૂપિયા 12 હજાર એક મોબાઈલ ફોન મળી 15000ની લૂંટ કરી હતી અને વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં મનીષા ગરનાળા પાસે ઉતારી ભાગી છૂટ્યા હતા.

સમગ્ર મામલે વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક બે આરોપીઓની ધરપકડ કરી હતી અને રીક્ષા કબજે લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રીક્ષા, રોકડ ₹6,000 અને લૂંટની ઘટનામાં વાપરેલ ચપ્પુ કબજે લીધું હતું.પોલીસે ઈમરાન અને શરબાઝ ખાન નામના ઇસમની ધરપકડ કરી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી જોવા મળી


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ