Gandhinagar/ CM રૂપાણીએ પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની કરી શરૂઆત

આજથી નવા વર્ષની શરૂઆત થઇ છે. ત્યારે આ નવ વર્ષની શરૂઆત લોકો સવારે વહેલા ઉઠીને મંદિરમાં દર્શન કરીને કરે છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ રીતે જ નવા વર્ષની શરૂઆત કરી છે. તેમણે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન કર્યા હતા. વિક્રમ સંવત 2077 નાં નૂતન વર્ષ દિવસ નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે […]

Top Stories Gujarat Others
asdq 114 CM રૂપાણીએ પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની કરી શરૂઆત

આજથી નવા વર્ષની શરૂઆત થઇ છે. ત્યારે આ નવ વર્ષની શરૂઆત લોકો સવારે વહેલા ઉઠીને મંદિરમાં દર્શન કરીને કરે છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ રીતે જ નવા વર્ષની શરૂઆત કરી છે. તેમણે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન કર્યા હતા.

વિક્રમ સંવત 2077 નાં નૂતન વર્ષ દિવસ નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આ નવા વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચનથી કર્યો હતો. તેમની સાથે તેમના પત્નિ અંજલિ બહેન રૂપાણી પણ પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રી રામ, લક્ષ્મીનારાયણ, અંબાજી સહિતનાં દેવોનાં પૂજન અર્ચન કર્યા હતા.

મુખ્યમંત્રી આ નવા વર્ષની શરૂઆતમાં જનતાને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સૌ નાગરિક ભાઈ બહેનોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિથી ભરેલુ રહે. રાજ્યની વિકાસ યાત્રા પણ આગળ ને આગળ ધપતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…