Gujarat/ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગે કરી આ આગાહી,જાણો

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.  છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લામાં  ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો

Top Stories Gujarat
North India
  • રાજ્યમાં ઠંડીનુ જોર વધ્યુ
  • ઉત્તરીય પવનો ફૂકાવાથી ઠંડી વધી
  • આગામી 5 દિવસ ઠંડીનુ જોર રહેશે
  • હવામાન વિભાગની આગાહી
  • ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડી વધી શકે
  • નલિયા 8.2,રાજકોટ 12,ડીસા 11.4 ડીગ્રી
  • અમદાવાદ 12.1,ગાંધીનગર 10.4 ડીગ્રી
  • પહેલગામમાં તાપમાન માઇનસ

cold in gujarat     ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.  છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લામાં  ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. તેથી દરેકે પોતાની રીતે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજ પડતાની સાથે જ પવનની ગતિ વધુ તેજ બનતા ઠંડા પવનો ફૂંકાય છે.

ઉલ્લેખનીય છે કે cold in gujarat    ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ વધશે તેવી ચેતવણી હવામાન વિભાગે (imd) આપી છેે.ગુજરાતના નલિયામાં  (naliya )8.2 ડિગ્રી તાપમાન હોવાથી ઠંડુગાર બન્યો છે. રાજકોટ 12  અમદાવાદમાં 12.1 ગાંધીનગરમાં 10.4 ડિગ્રી નોંધાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.  આજ સવારથી જ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યાનું અનુભવાઇ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે.રાજ્યના ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વિય પવનની અસરથી આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ઠંડી હજુપણ પાંચ દિવસ કાતિલ પડવાનાી આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસના (fog) કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ ઠંડીના કારણે ઠંડી પડી રહી હતી. બીજી તરફ મંગળવારે ધુમ્મસના કારણે હવાઈ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા ભાગો અને ઉત્તર રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ધુમ્મસની સંભાવના છે.દિલ્હીમાં ઠંડીનું મોજુ યથાવત છે. નોઇડામાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાઓ બેધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Corona Virus/AIIMSના ભૂતપૂર્વ ચીફ ડૉ. ગુલેરિયાએ કોરોનાને લઈને આપી આ ચેતવણી