Not Set/ બ્રિટેનનાં PM બોરીસ જ્હોનસન એકવાર ફરી થયા આઇસોલેટ

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન એકવાર ફરી પોતાને આઇસોલેટ કરી દીધા છે. તેમણે એક કોરોના પોઝિટિવ શખ્સનાં સંપર્કમાં આવ્યા બાદ પોતાને આઇસોલેટ કરેલ છે. તેમણે પોતે જ કહ્યું હતું કે, તે કોઈની સાથે સંપર્કમાં આવ્યા હતા જેને કોરોના હતો જે પછી તેમણે પોતાને અલગ કરી દીધા છે. બોરીસ જ્હોનસને પોતે ટ્વિટ કર્યું છે કે, તેઓ […]

Top Stories World
asdq 113 બ્રિટેનનાં PM બોરીસ જ્હોનસન એકવાર ફરી થયા આઇસોલેટ

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન એકવાર ફરી પોતાને આઇસોલેટ કરી દીધા છે. તેમણે એક કોરોના પોઝિટિવ શખ્સનાં સંપર્કમાં આવ્યા બાદ પોતાને આઇસોલેટ કરેલ છે. તેમણે પોતે જ કહ્યું હતું કે, તે કોઈની સાથે સંપર્કમાં આવ્યા હતા જેને કોરોના હતો જે પછી તેમણે પોતાને અલગ કરી દીધા છે.

બોરીસ જ્હોનસને પોતે ટ્વિટ કર્યું છે કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત સાંસદનાં સંપર્કમાં આવ્યા હતા જે બાદ તેઓ એકાંતમાં જઇ રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, જો કે હાલમાં તેમને કોરોનાનાં કોઇ લક્ષણો નથી. બોરિસ જ્હોનસન એપ્રિલ 2020 માં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. કોવિડ-19 પોઝિટિવ મળ્યા બાદ બોરિસ જ્હોનસનને 4 દિવસ માટે લંડનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોરીસ જ્હોનસનને નેશનલ હેલ્થ સર્વિસ ટેસ્ટ એન્ડ ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તે તાજેતરમાં એક વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા હતા જે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જણાયું હતું, તેથી તેમણે પણ પોતાને અલગ રાખવા જોઈએ. બોરિસ જ્હોનસન 10 દિવસ માટે આઇસોલેશનમાં રહેશે, તે 26 નવેમ્બરનાં રોજ બહાર આવી શકશે.

વળી બ્રિટિશ પીએમ બોરીસનાં પ્રવક્તાએ કહ્યું કે, “અમારા વડા પ્રધાન કોવિડ-19 નાં નિયમોને અનુસરીને 10 દિવસ પોતાને આઇસોલેશનમાં રાખશે. જો કે, તેઓ આઇસોલેશનમાં ડાઉનિંગ શેરીથી કામ કરવાનું ચાલુ રાખશે અને સરકાર પાસેથી કોરોના રોગચાળા અંગે અપડેટ લેતા રહેશે. હાલમાં તેમની તબિયત સંપૂર્ણ રીતે ઠીક છે અને તેમને કોરોનાનાં કોઈ લક્ષણો દેખાતા નથી.