Zero Covid Policy/ ચીની સરકારે લોકોને કર્યાં ઘરમાં કેદ, મળે છે એક ટાઈમનું જ ભોજન

કોરોના સામે લડવું ચીન વાસીઓ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક મીડિયામાં વાઇરલ થતાં વીડિયોમાં લોકો ભૂખથી તળફળીયા મારતા નજરે પડ્યા…

World
The Chinese government imprisoned people in their homes

ચીનના શાંઘાઇમાં કોરોના મહામારીના કારણે લોકોની સ્થિતિ અત્યંત દયનિય થતી જોવા મળી રહી છે. શહેરભરમાં આકરું લોકડાઉન અમલી કરી દેવામાં આવ્યું છે ત્યારે ખાણી-પીણીનો સામાન પણ મળવો મુશ્કેલ થઇ રહ્યો છે. મેગાસિટી શંઘાઈના લોકો પણ ખાવા પીવા માટે વલખા મારી રહ્યા છે. લોકોને ઘરમાં માત્ર એક જ વખત ભોજન મળી રહ્યું હોવાની માહિતી સ્થાનિક મીડિયાના માધ્યમથી જાણવા મળી છે.

કોરોનાવાયરસના કારણે શંઘાઈમાં સ્થિતિ ખૂબ બગડતી જોવા મળી રહી છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે. કોરોના ઉપર કાબુ મેળવવા માટે સરકાર અઘરું લોકડાઉન કરી રહી છે, સાથે જ શહેરમાં રહેતા તમામ લોકોનો ટેસ્ટ કરવા માટે હજારો મેડિકલ વર્કસની નિયુક્તિ કરવામાં આવી છે. ખૂબ મોટા જથ્થામાં ટેસ્ટ કીટ તૈયાર કરવામાં આવી રહી છે અને લોકોને તેના ઘરમાં જ કેદ થવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કોરોનાની પોલીસી એટલી હદે કડક બનાવવામાં આવી રહી છે કે લોકોને ખાણીપીણીનો સામાન લેવા જવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.

શંઘાઈમાં 1લી માર્ચથી 130000 થી વધારે કોરોનાનાં કેસ સામે આવ્યા છે ત્યારે કોરોના સામે લડવું ચીન વાસીઓ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક મીડિયામાં વાઇરલ થતાં વીડિયોમાં લોકો ભૂખથી તળફળીયા મારતા નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાના વધતા કેસથી કેન્દ્ર સરકારની ચિંતા વધી, દિલ્હી-મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને લખ્યો પત્ર

આ પણ વાંચો: પીએમ મોદી શાહબાઝ શરીફને મોકલી શકે છે અભિનંદન પત્ર

આ પણ વાંચો: અનંતનાગમાં પોલીસને સફળતા, કારમાંથી મળી આવ્યા હથિયારો અને દારૂગોળો