Temple/ પાકિસ્તાનમાં પ્રાચીન શિવ મંદિરમાં ગેરકાનૂની બાંધકામ

પ્રાચીન શિવ મંદિરમાં ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું છે બાંધકામ

World
shiva પાકિસ્તાનમાં પ્રાચીન શિવ મંદિરમાં ગેરકાનૂની બાંધકામ

પાકિસ્તાનમાં સ્થિત પ્રાચીન શિવમંદિર પર ગેરકાનૂની રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના એક હિંદુ નેતાએ ખૈબર પખ્તુનખ્વા  પ્રદેશમાં પ્રાચીન શિવ મંદિર પર ચાલી રહેલા ગેરકાનૂની નિર્માણ કરવાનો આરોપ લગાવતાં  અધિકારીઓને સત્વરે બાંધકામ બંધ કરવાની માંગ કરી છે.

પેશાવરના હિંદુ સમાજના નેતા સરબ દિયાલે કહ્યું હતું કે સરકાર મનશએરા જિલ્લાના ગાંધિયાન શિવ મંદિરના સ્થળે ગેરકાનૂની બાંધકામ પર સત્વરે પ્રતિબંધ લગાવોજોઇએ.તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રાચીન મંદિરની ધાર્મિક મૂલ્ય વધુ છે.મંદિરની આગવી ઓળખને કાયમ રાખવી જોઇએ.મંદિરની પવિત્રતા વિશેષ છે તેને બરકરાર રાખવુ જોઇએ,મંદિરમાં ગેરકાનૂની રીતે શૈાચાલયનો બાંધકામ કરવામાં આવી રહયું છે.આ બાંધકામથી તેની પવિત્રતા અને તેની પુરાતત્વની ઓળખને નુકશાન પહોચે છે.પાકિસ્તાનમાં ગાંધિયાન સ્થિત પ્રાચીન શિવમંદિર ખુબ મહત્વનું છે. આ મંદિરને જોવા માટે વિદેશી પર્યટકો આવે છે અને શ્રદ્વાળુઓ દર્શન માટે આવે છે .એવું માનવામાં આવે છે કે આ મંદિર 19મી સદીમાં નિર્માણ પામ્યું હતું