Pakistan/ પાકિસ્તાને કરતારપુર કોરિડોરને લઇને લીઘો મહત્વનો આ નિર્ણય, તીર્થયાત્રીઓ હવે કરી શકશે….

પાકિસ્તાને કરતારપુર કોરિડોરને ચાર વર્ષ પરિપૂર્ણ થતા એક મોટો નિર્ણય લીધો છે,જેનાથી તીર્થયાત્રીઓ ખુશીથી ઝુમી ઉઠશે.

Top Stories World
4 14 પાકિસ્તાને કરતારપુર કોરિડોરને લઇને લીઘો મહત્વનો આ નિર્ણય, તીર્થયાત્રીઓ હવે કરી શકશે....

કતારપુર કોરિડોરને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાને કરતારપુર કોરિડોરને ચાર વર્ષ પરિપૂર્ણ થતા એક મોટો નિર્ણય લીધો છે,જેનાથી તીર્થયાત્રીઓ ખુશીથી ઝુમી ઉઠશે. પાકિસ્તાનના કરતારપુર પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) ભારતીય તીર્થયાત્રીઓને ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. PMU પાકિસ્તાનના નારોવાલ જિલ્લાના ગુરુદ્વારા કરતારપુર સાહિબમાં રાત્રિ રોકાણની મંજૂરી આપવા અથવા તેમના રોકાણના સમયગાળામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. આ દરખાસ્ત મુજબ ભક્તો ‘અમૃત વેલા’ (સવાર અને સાંજ) પ્રાર્થના અથવા  ગુરુ નાનક દેવજીના ગુરુદ્વારા સાહિબમાં હાજરી આપવાનું આયોજન કરી રહ્યું છે.

પીએમયુના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) મુહમ્મદ અબુ બકર આફતાબ કુરેશીના જણાવ્યા અનુસાર, મોટાભાગના યાત્રાળુઓએ આ વિચાર પર અસંતોષ વ્યક્ત કર્યો છે. હાલમાં, પ્રતિબંધોને કારણે, ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબની મુલાકાત લેવા આવતા ભારતીય સંત સવાર કે સાંજની પ્રાર્થનામાં ભાગ લઈ શકતા નથી. પીએમયુએ ઔપચારિક રીતે પાકિસ્તાન સરકારને પ્રસ્તાવ સુપરત કર્યો છે. તેણે ભારતીય તીર્થયાત્રીઓને વિનંતી કરી હતી કે તેઓ રાતવાસો કરવા અથવા તીર્થયાત્રા કાર્યક્રમમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરે. ભારતીય તીર્થયાત્રીઓ ત્યારબાદ સવાર અને સાંજની પ્રાર્થનામાં અથવા તેમાંથી ઓછામાં ઓછી એક પ્રાર્થનામાં ભાગ લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે  અત્યારે ભારતના પંજાબના ગુરદાસપુર જિલ્લામાં કરતારપુર કોરિડોર થઈને ડેરા બાબા નાનકથી ગુરુદ્વારા કરતારપુર સાહિબ સુધીની એક દિવસની સફરનો સમય સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો છે. આ સાથે 9મી નવેમ્બરે આ કોરિડોરના ઉદ્ઘાટનના 4 વર્ષ પૂર્ણ થશે.બંને દેશો વચ્ચે કરતારપુર કોરિડોર ખોલવાના કરારમાં જરૂરી ફેરફારો કરવા માટે પાકિસ્તાન સરકાર આ મુદ્દો તેના ભારતીય સમકક્ષ સાથે ઉઠાવશે. જો બંને સરકારો વચ્ચે સમજૂતી થાય છે, તો ભારતીય શ્રદ્ધાળુઓ નજીકના ભવિષ્યમાં શ્રી કરતારપુર સાહિબમાં રોકાઈ શકશે અથવા એક વખતની આરતીનો ભાગ બની શકશે.

G20 Summit/બ્રિટન ગ્રીન ક્લાઈમેટ ફંડને $2 બિલિયન આપશે, વડાપ્રધાન સુનકે G20 સમિટમાં કરી જાહેરાત