Not Set/ કોરોનાની બીજી લહેર ધીમી પડી, નવા કેસ 2 લાખથી ઓછા નોંધાયા

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન પણ મૃત્યુઆંકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Top Stories India
123 184 કોરોનાની બીજી લહેર ધીમી પડી, નવા કેસ 2 લાખથી ઓછા નોંધાયા

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન પણ મૃત્યુઆંકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, તે હજી ત્રણ હજાર પાર છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 40 દિવસમાં ભારતમાં દરરોજ કોરોનાનાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. વળી પિકનાં સમયે નવા કેસો દેશમાં 4 લાખને પાર કરી ગયા હતા.

ગુજરાત / અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 1 લાખ 96 હજાર 427 નવા કેસ નોંધાયા છે. Covid19india.org નાં ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 હજાર 511 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વર્ષે 14 એપ્રિલનાં રોજ, પ્રથમ વખત ભારતમાં કોરોના વાયરસનાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. વળી 13 એપ્રિલનાં રોજ 1 લાખ 85 હજાર 295 નવા કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં કોરોનાનાં 25 લાખ 86 હજાર 782 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3 લાખ 26 હજાર 850 લોકો ઠીક થયા છે. આ સાથે હવે દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા 2 કરોડ 69 લાખ 47 હજારને પાર કરી ગઈ છે, જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3 લાખ 7 હજાર 249 લોકોનાં મોત નીપજ્યાં છે.

kalmukho str 20 કોરોનાની બીજી લહેર ધીમી પડી, નવા કેસ 2 લાખથી ઓછા નોંધાયા