કોરોના/ ગુજરાતનું આ પ્રસિદ્ધ મંદિર તા.1 જૂન સુધી બંધ રહશે

ગુજરાત માં કોરોના સંક્રમણ વધતા  રાજય ના અનેક મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે .ત્યારે  ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર  પાવાગઢ નું મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર તા. 1 જૂન સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.વધતા જતા કોરોનાના કેસો ણે લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે . વડોદરા નજીક આવેલ પાવાગઢ યાત્રાધામ 51 શક્તિપીઠ […]

Gujarat Vadodara
Untitled 316 ગુજરાતનું આ પ્રસિદ્ધ મંદિર તા.1 જૂન સુધી બંધ રહશે

ગુજરાત માં કોરોના સંક્રમણ વધતા  રાજય ના અનેક મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે .ત્યારે  ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર  પાવાગઢ નું મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર તા. 1 જૂન સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.વધતા જતા કોરોનાના કેસો ણે લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે .
વડોદરા નજીક આવેલ પાવાગઢ યાત્રાધામ 51 શક્તિપીઠ પૈકીનું એક યાત્રાધામ  છે જ્યાં  દેશ તેમજ બહાર થી અસંખ્ય ભક્તો દર્શનાર્થે આવે છે. અંદાજ મુજબ દર વર્ષે 8થી 10 લાખ જેટલા યાત્રાળુઓ પાવાગઢ આવતા હોય છે. પાવાગઢ આવતા યાત્રાળુઓને લઈ પાવાગાઢ તળેટી માચી સહિત ડુંગર પર વસતા એક હજાર કરતા વધુ પરિવારો પાવાગઢમાં નાના મોટા રોજગાર મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે.

પાવાગઢ મંદિર કોરોનાની મહામારીને લઇ નવરાત્રી શરૂ થાય તે પહેલાથી મંદિર બંધ કરવાની ફરજ પડતા સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોનાના સંક્રમણને લઈ સર્જાયેલ પરિસ્થિતિને કારણે મંદિર ટ્રસ્ટે વધુ 6 દિવસ તા.1 જૂન 2021 સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

નોધનીય છે કે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉ તા.28 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી પણ કોરોના નું સંક્રમણ રોકવા માટે વધુ છ દિવસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે.