Bollywood/ ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન ફરી એક વખત ગુજરાત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક જાહેરાત શૂટ કરવા માટે ગુજરાત આવશે. આ વખતે અમિતાભ બચ્ચન કેવડિયા સહિત પોલોના જંગલ, ગિરનાર-રોપ વે,

Gujarat Others
a 102 ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન ફરી એક વખત ગુજરાત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક જાહેરાત શૂટ કરવા માટે ગુજરાત આવશે. આ વખતે અમિતાભ બચ્ચન કેવડિયા સહિત પોલોના જંગલ, ગિરનાર-રોપ વે, ડાયનાસોર મ્યુઝિયમ સહિતના સ્થળો પર શૂટિંગ કરશે. તેઓ ગુજરાત ટૂરિઝમ માટેની જાહેરાતોનું શૂટિંગ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ પ્રોત્સાહન આપશે.

Gujarat Tourism Khushboo Gujarat ki by Mr Amitabh Bachchan - YouTube

ગુજરાત પર્યટન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત પહોંચશે. પછી તમે ફરી એકવાર બિગ બીનો અવાજ સાંભળશો “જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં જોઇ હોય તો તમે કંઈ પણ નથી જોયું”. એક જાહેરાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે પ્રચાર અને પ્રસાર થઈ શકે.

Big B to do 'Khushboo Gujarat Ki' campaign around Kevadia - The Daily  Guardian

ફરી એકવાર બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ગુજરાત આવી રહ્યા છે. આ વખતે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બ્રાન્ડિંગ કરતો જોવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છેલ્લા બે વર્ષમાં એક નવા આકર્ષણ તરીકે ઉભરી આવ્યું છે. હવે તે દેશ-વિદેશમાં તેની ખ્યાતિ ફેલાવવાના લક્ષ્ય સાથે ગુજરાત ટૂરિઝમ દ્વારા બ્રાન્ડેડ કરવામાં આવશે. દુનિયાભરના પ્રવાસીઓ માટે ગ્લેમર લાવવા, ગુજરાત સરકાર ઇચ્છે છે કે ખુશબૂ ગુજરાત કી અભિયાન ફરી એકવાર આગળ વધે અને આ વખતે આ અભિયાન માત્ર કેવડિયા સામેલ થશે.

ભારતી-હર્ષનો રોમેન્ટિક વીડિયો વાયરલ, એક બીજાને KISS કરતા જોવા મળ્યા

અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ

લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…