Not Set/ કોરોના વધતા માતા-પિતામાં ડર

કોરોના સંક્રમણથી બાળકોને સાચવજો

Gujarat
corona 5 કોરોના વધતા માતા-પિતામાં ડર

કોરોનાનો કહેર શરૃ થતા જ સરકારે પણ કમરકસી છે. તેમ છતા કર્ણાટકમાં જે પ્રમાણે એક પછી એક બાળકો સંક્રમીત થઇ રહ્યા છે તેની અસર સમગ્ર દેશમાં થઇ રહી છે. મહારાષ્ટ્રમાં તો કોરોનાએ માજા મુકી છે. ત્યાંની સરકાર સંર્પુણ લોકડાઉન  વીશે પણ ચર્ચા કરી રહી છે. પરંતુ તેનો વિરોધ થતા હાલમાં પરિસ્થિતી નાજુક બની ગઇ છે. આપણે વાત કરવી છે ગુજરાતની.

ગુજરાતમાં દીન-પ્રતિદીન કોરોના સંક્રમીતના આંકડા વધી રહ્યા છે. રાજ્યમાં ચાર મહાનગરોમાં રાત્રી કફર્યુનો સમય પણ વધવાની શક્યતા છે. તેમાં બાળકો માટે માતા-પિતાનો ડર વધવો સ્વભાવિક છે. પરંતુ ડરની સાથે પરિવાર જાતે પણ જાગૃત બને તે વધુ અનિવાર્ય છે. એન્યુઅલ પરિક્ષાની તારીખ જાહેર થતા માતાઓ સંતાનોને પરિક્ષની તૈયારીમાં લગાવી રહી છે. તો બીજી બાજુ તેમનુ રમવાનું પણ બંધ થઇ ગયુ છે.

વર્તમાન સમયમાં બાળકો માટે ફરી એકવાર લોકડાઉન શરૃ થયુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ઘણા કિસ્સામાં બાળકોના મગજ પર પણ માઠી અસર પડી રહી છે. ભણવાનો ભાર, ઘરની બહાર નિકળવાનું બંધ, અને સાથે જ ફરી માત્ર ફોન કોલ પર મિત્રો સાથેની વાતચિતના કારણે તેમનામાં ભય થઇ રહ્યો છે કે ફરી લાંબુ લોકડાઉન શરૃ થશે અને ઘર તેમના માટે જેલ બની જશે.

આ વીશે વાત કરતા નારોલ વિસ્તારમાં સ્વામિનારાયણ ફ્લેટમાં રહેતા નિતી અગ્રવાલ કહે છે, મારી દિકરી રોજ સાંજે બે કલાક ફ્લેટના ગાર્ડનમાં રમવા જતી હતી અને સવારમાં સાયકલીંગ કરતી. બધા મિત્રો સાથે મળી ક્યારેક વોલીબોલ તો ક્યારેક સંતાકુકડી રમતા. પરંતુ કોરોનાનો ડર હવે વધારે લાગે છે. માટે મે દિકરીને સંર્પુણ નીચે મોકલવાની બંધ કરી છે. સેનીટાઇઝર, વારંવાર હાથ ધોવા, માસ્કનો ઘરમાં પણ ઉપયોગ કરાવું છું. તેને મને ઘણીવાર પુછ્યુ પણ ખરા કે મમ્મી હવે આખુ વર્ષ મારે આમ ઘરમાં જ રહેવુ પડશે..? લોકડાઉન શરૃ થઇ જશે. પરંતુ ગમે એટલુ સાચવીએ છતા એક જુદા જ પ્રકારનો ડર મનમાં કોરોનાને લઇને લાગી રહ્યો છે.

આ વીશે વાત કરતા ડો. દિપક વ્યાસ કહે છે, કોરોનાથી ડરવાની જગ્યાએ એકવાર ફરી તેનો સામનો કરવાની જરૃર છે. ગર્વમેન્ટે સારી માહિતી આપેલી જ છે. તે પ્રમાણે સોશીયલ ડિસ્ટન્સ રાખો, જરૃર વગર બહારના નિકળો, જો જરા પણ શંકા લાગે તો કોરોનાનો ટેસ્ટ કરાવો અને હા રસી લેવાનું ભુલશો નહીં. આ ઉપરાંત યોગ્ય આહાર, ઇમ્યુનિટીમાં વધારો, જેવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવુ અનિવાર્ય છે. સાૈથી મહત્વનું છે. માસ્ક જેને પહેરવાનું ટાળશો નહીં. બાળકો હોય કે વડીલો દરેક વ્યક્તિ સરકારે બનાવેલી ગાઇડલાઇન અને નિયમોનું પાલન કરે. કોરોનાથી ડરવાની જરૃર નથી. સંતાનોને પણ સાચવવાની જરૃર છે. તેમના મનમાંથી ડર નિકાળો.